sports news/ ઈમ્પેક્ટ પ્લેયર બનવાનો ધોનીનો ઈનકાર! તો શું 2027માં માહી ફરી વિકેટકીપર તરીકે રમશે?

સુબ્રમણ્યમ બદ્રીનાથના જણાવ્યા મુજબ, મહેન્દ્ર સિંહ ધોનીએ (MS Dhoni) સ્પષ્ટ કર્યું છે કે તે IPLમાં ‘ઇમ્પેક્ટ પ્લેયર’ તરીકે નહીં રમે. જાણો વિગતવાર અહેવાલ.

Trending Sports
MS Dhoni

MS Dhoni IPL 2027 Impact Player Stance:  મહેન્દ્ર સિંહ ધોનીના IPL ભવિષ્યને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે ફરી એક મોટું અપડેટ સામે આવ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ બેટર સુબ્રમણ્યમ બદ્રીનાથે દાવો કર્યો છે કે ધોનીએ સ્પષ્ટ કરી દીધું છે કે જો તેઓ IPLમાં આગળ રમશે તો Impact Player તરીકે નહીં, પરંતુ ફુલ-ટાઈમ વિકેટકીપર તરીકે જ રમવા માંગે છે.

ઈમ્પેક્ટ પ્લેયરનો વિકલ્પ કેમ મહત્વનો હતો?

45 વર્ષની ઉંમરે ધોની(MS Dhoni) માટે ઈમ્પેક્ટ પ્લેયરનો વિકલ્પ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ નિયમ હેઠળ ખેલાડી માત્ર જરૂરિયાત મુજબ બેટિંગ માટે મેદાનમાં આવી શકે છે. આવી સ્થિતિમાં ધોનીને આખી 20 ઓવર વિકેટકીપિંગ કરવાની શારીરિક મહેનતથી બચી શકાય અને જરૂર પડે ત્યારે તેમની ફિનિશિંગ ક્ષમતાનો ઉપયોગ કરી શકાય. પરંતુ બદ્રીનાથના જણાવ્યા પ્રમાણે ધોનીની પસંદગી અલગ છે. તેઓ જો IPLમાં રમશે તો આખી મેચ વિકેટકીપર તરીકે મેદાનમાં રહીને રમવા માંગે છે.

MS Dhoni

બદ્રીનાથે ધોની સાથેની વાતચીતનો કર્યો ખુલાસો

બદ્રીનાથે પોતાના YouTube ચેનલ પર જણાવ્યું કે ધોનીએ(MS Dhoni) તેમની સાથે વ્યક્તિગત વાતચીત દરમિયાન ઈમ્પેક્ટ પ્લેયર તરીકે નહીં રમવાની વાત કરી હતી. તેમના મતે, ધોની માટે ફુલ-ટાઈમ વિકેટકીપરની ભૂમિકા જ યોગ્ય છે. જોકે, બદ્રીનાથનું માનવું છે કે વર્તમાન પરિસ્થિતિમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ધોનીનો ઉપયોગ CSK માટે વ્યૂહાત્મક રીતે ફાયદાકારક બની શકે છે. ધોની સામાન્ય રીતે ઇનિંગ્સના અંતિમ તબક્કામાં બેટિંગ કરવા આવે છે, તેથી આ વિકલ્પથી તેમના શરીર પરનો ભાર ઓછો થઈ શકે છે.

2027માં ધોની માટે સૌથી મોટો પડકાર ફિટનેસ

હવે સૌથી મોટો સવાલ એ છે કે જો ધોની(MS Dhoni) ઈમ્પેક્ટ પ્લેયર બનવા તૈયાર નથી, તો શું તેઓ 2027ની આખી IPL સીઝનમાં ફુલ-ટાઈમ વિકેટકીપર તરીકે રમવા માટે જરૂરી ફિટનેસ જાળવી શકશે? 2024 સીઝન પહેલાં ધોનીએ CSKની કેપ્ટનશિપ છોડી હતી અને ત્યારબાદ તેમનો બેટિંગ રોલ પણ અગાઉની સરખામણીએ મર્યાદિત રહ્યો છે. જોકે, તેમનો અનુભવ અને દબાણની સ્થિતિમાં મેચ પૂરી કરવાની ક્ષમતા હજુ પણ ટીમ માટે મહત્વપૂર્ણ છે.

2027માં પીળી જર્સીમાં જોવા મળશે માહી?

ધોનીએ(MS Dhoni) CSKને અત્યાર સુધી પાંચ IPL ખિતાબ અપાવ્યા છે. હવે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમશે કે નહીં તેનો સવાલ લગભગ સ્પષ્ટ થઈ ગયો છે. પરંતુ અસલી સવાલ તેમની ફિટનેસનો છે. જો માહી ફુલ-ટાઈમ વિકેટકીપર તરીકે રમવા માટે ફિટ રહેશે, તો 2027માં ફરી એકવાર તેમને પીળી જર્સીમાં જોવા મળવાની શક્યતા બની શકે છે. હવે અંતિમ નિર્ણય ધોનીની ફિટનેસ અને તેમની પોતાની ઈચ્છા પર નિર્ભર રહેશે.


આ પણ વાંચો :દુલીપ ટ્રોફીમાં વૈભવ સૂર્યવંશીનો જાદુ; નોર્થ-ઈસ્ટ ઝોન સામે 2 વિકેટ ઝડપીને શેર કર્યો મજેદાર કિસ્સો

આ પણ વાંચો :કોલંબો ટેસ્ટ ડ્રો છતાં કેપ્ટન શુભમન ગિલને WTC ફાઇનલનો પૂરો ભરોસો; ભારતની રણનીતિ સ્પષ્ટ

આ પણ વાંચો :ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો: ક્રિકેટ ઇલેવન સામેના પ્રેક્ટિસ મેચમાંથી બહાર થયા કેપ્ટન શુભમન ગિલ