pune news/ પુણેમાં ડીજેના વિરોધ સામે કાર્યકર્તા વિદ્યાનંદ બાપટ પર લાઇવ મિડિયા ઇન્ટરવ્યુમાં હુમલો

Pune માં હાઇ-ડેસિબલ ડીજે સિસ્ટમનો વિરોધ કરી રહેલા કાર્યકર્તા વિદ્યાનંદ બાપટ પર લાઈવ મિડિયા ઇન્ટરવ્યુ દરમિયાન હુમલો થયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

NATIONAL Top Stories India
Pune

Pune DJ Controversy:  તહેવારો દરમિયાન હાઇ-ડેસિબલ ડીજે સિસ્ટમ અને લાઉડસ્પીકરના અમર્યાદિત ઉપયોગનો વિરોધ કરી રહેલા કાર્યકર્તા વિદ્યાનંદ બાપટ પર ગુરુવારે સવારે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની ઘટના બાદ પોલીસે કથિત આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

લાઇવ મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન હુમલો

વિદ્યાનંદ બાપટ છેલ્લા કેટલાક દિવસોથી પુણેમાં(Pune) જાહેર ઉત્સવો દરમિયાન ડીજે અને લાઉડસ્પીકરના અવાજ પર નિયંત્રણ લાવવાની માંગ કરી રહ્યા છે. ગુરુવારે સવારે લગભગ 11 વાગ્યે તેઓ તિલક રોડ પર ઇલેક્ટ્રોનિક મીડિયાને આ મુદ્દે નિવેદન આપી રહ્યા હતા. આ દરમિયાન તેમનું લાઇવ પ્રસારણ ચાલી રહ્યું હતું. ત્યારે ગુલાબી શર્ટ પહેરેલો એક યુવક ત્યાં આવ્યો હતો. તેણે બાપટને આ મુદ્દાનો વિરોધ કરવા અંગે સવાલ કર્યો અને ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આરોપ છે કે યુવકે બાપટ સાથે મારામારી કરી હતી.

Pune

‘મને તેને વધુ બે વાર મારવા દો’ કહી હુમલો

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, યુવકે બાપટ પર હુમલો કર્યા બાદ ફરીથી મારવાની વાત પણ કરી હતી. ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બાપટને પોલીસ વાનમાં(Pune) લઈ જવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના(Pune) મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘટનાની નિંદા કરતાં કહ્યું કે હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ વ્યક્તિ પોતાના વિચારો કે અભિપ્રાય વ્યક્ત કરે તેના કારણે તેના પર હુમલો કરવો યોગ્ય નથી. પોલીસે કથિત હુમલાખોરની ઓળખ સંતોષ ચવ્હાણ તરીકે કરી છે. તે પુણેના કોથરુડ વિસ્તારના રાઉતવાડીનો રહેવાસી હોવાનું જણાવાયું છે. તે એક બાંધકામ કંપનીમાં કામ કરે છે અને રાઉતવાડી સ્થિત પ્રિયદર્શની ગણેશ મંડળનો ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે.

અગાઉ પણ બેઠકમાં થયો હતો હોબાળો

ગત મહિને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાયેલી બેઠકમાં પણ બાપટે ડીજે સિસ્ટમ પર પ્રતિબંધની માંગ કરી હતી. તે સમયે ગણેશ મંડળોના કેટલાક પ્રતિનિધિઓ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પોલીસે હોબાળા વચ્ચે તેમને બિલ્ડિંગની બહાર લઈ જવા પડ્યા હતા. ડીજેના વિરોધમાં બાપટે આપેલા તર્કનો વીડિયો સોશિયલ મીડિયા(Pune) પર વાયરલ થયો હતો અને કેટલાક લોકોએ તેમને સમર્થન પણ આપ્યું હતું. હુમલા બાદ મીડિયા સાથે વાત કરતાં સંતોષ ચવ્હાણે બાપટ પર સતત ટીકા કરવાનો આરોપ મૂક્યો હતો. તેણે બાપટને વધુ માર મારવાની વાત કરી હતી અને પુણેના ગણેશોત્સવ અંગે બોલનારા અન્ય લોકો સાથે પણ આવું કરવાની ધમકીભર્યું નિવેદન આપ્યું હોવાનું જણાવાયું છે. પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો:MCX પર સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી; સોનું 1.54 લાખને પાર, ચાંદી પણ રેકોર્ડ સપાટીની નજીક

આ પણ વાંચો:સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો; ચાંદી 2,40,000 ની નીચે સરકી, રોકાણકારોમાં ચિંતા

આ પણ વાંચો:PMએ કેમ કરી સોનું ઓછું ખરીદવાની અપીલ? જાણો જ્વેલરી શેર પર અસર અને આર્થિક સમીકરણ