sports news/ T20 શ્રેણીમાં સ્થાન ન મળતાં ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડરનું દર્દ છલકાયું; સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

અફઘાનિસ્તાન સામેની T20I શ્રેણી માટે પસંદગીકારોએ ક્રૃણાલ પંડ્યા (Krunal Pandya) ને ટીમમાંથી બહાર રાખતા તેણે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી છે. IPL 2026 માં RCB માટે અદ્ભુત પ્રદર્શન છતાં તેની બાદબાકી કરવામાં આવી છે.

Sports
Krunal Pandya pours out his pain

Sports News : અફઘાનિસ્તાન સામેની આગામી T20 આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. આ શ્રેણીની પસંદગી પૂર્વે ક્રિકેટ જગતમાં ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર ક્રૃણાલ પંડ્યા (Krunal Pandya)ના કમબેકને લઈને ભારે ચર્ચાઓ જાગી હતી. અંદાજે 5 વર્ષના લાંબા વિરામ બાદ ક્રૃણાલ માટે ટીમ ઈન્ડિયાના દરવાજા ફરી ખૂલશે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી હતી, પરંતુ સિલેક્ટર્સે તેમને નજરઅંદાજ કરીને સ્ક્વોડમાંથી બહાર રાખ્યા છે. પસંદગીકારોના આ નિર્ણય બાદ હાર્દિક પંડ્યાના મોટા ભાઈ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના ઓલરાઉન્ડર ક્રૃણાલ પંડ્યાએ સોશિયલ મીડિયા પર “Hope is still alive” (આશા હજુ પણ જીવંત છે) લખીને એક અસ્પષ્ટ પણ ગંભીર પોસ્ટ શેર કરી છે, જે ક્રિકેટ ચાહકો વચ્ચે વાયરલ થઈ રહી છે.

Krunal Pandya : IPL 2026 માં RCB માટે મેચ વિનિંગ પ્રદર્શન છતાં વાપસી ન થઈ શકી

IPL 2026 ની આખી સીઝનમાં ક્રૃણાલે પોતાની વિસ્ફોટક બેટિંગ (Explosive batting)અને ધારદાર બોલિંગ વડે અદ્ભુત ઓલરાઉન્ડ ક્ષમતા સાબિત કરી હતી. RCB ને આઈપીએલ ટ્રોફી અપાવવામાં તેણે મહત્વનું યોગદાન આપ્યું હતું. ક્રૃણાલે 9 ઇનિંગ્સમાં 37.66 ની એવરેજ અને 145.80 ના સ્ટ્રાઇક રેટથી 226 રન બનાવ્યા હતા, જેમાં એક અર્ધસદી અને 93 રનનો હાઇએસ્ટ સ્કોર સામેલ છે. બોલિંગ ક્ષેત્રે પણ તેણે 30.35 ની સરેરાશથી 14 મહત્વની વિકેટો ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન છતાં રાષ્ટ્રીય ટીમમાં તેને સ્થાન મળ્યું નથી.

અફઘાનિસ્તાન સિરીઝ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમ

ભારત તરફથી છેલ્લે 2021 માં આંતરરાષ્ટ્રીય મેચ (international match) રમનાર ક્રૃણાલે 5 વન-ડે મેચમાં 65.00 ની સરેરાશથી 130 રન કર્યા છે અને 2 વિકેટ લીધી છે. જ્યારે 19 T20I મેચોમાં તેના નામે 124 રન અને 15 વિકેટ નોંધાયેલી છે. બીજી તરફ, અફઘાનિસ્તાન શ્રેણી માટે શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ જાહેર કરાયેલી સ્ક્વોડમાં અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજૂ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, નિતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે બુમરાહ, રેડ્ડી, સુંદર અને હર્ષિતનું રમવું ફિટનેસ ક્લિયરન્સ પર આધારિત રહેશે.


આ પણ વાંચો :સમય રૈનાના શોથી રાતોરાત છવાઈ ગઈ બિહારની શેરોન વર્મા

આ પણ વાંચો :બોક્સ ઓફિસ પર ‘કાલીન ભૈયા’નો પ્રચંડ દબદબો: રિલીઝ પહેલાં જ ‘મિર્ઝાપુર: ધ મૂવી’ એ મચાવી ધમાલ

આ પણ વાંચો :વેદાંગ રૈના સાથેના બ્રેકઅપ બાદ જૂના પ્રેમ તરફ પાછી ફરી ખુશી કપૂર? એક્સ-બોયફ્રેન્ડ આકાશ મહેતા સાથે ડેટિંગની ચર્ચાઓએ જોર પકડ્યું