Not Set/ સુરતની જુવેનાઇલ હોમમાં કોરોનાની એન્ટ્રી, જાણો કેટલા કર્મીઓ સંક્રમિત…..

સુરતના જુવેનાઈલ રિમાન્ડ હોમમાં કોરોનાએ એન્ટ્રી મારી લીધી છે.જેમાં 18 કિશોર અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિત 23 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Gujarat Surat
જુવેનાઇલ
  • સુરત શહેરમાં વધતું કોરોના સંક્રમણ
  • જુવેનાઈલ રિમાન્ડ હોમમાં કોરોનાની એન્ટ્રી
  • જુવેનાઇલ હોમમાં 5 કર્મી ને પણ કોરોના
  • જુવેનાઇલ હોમ ક્લસ્ટર ઝોન જાહેર કરાયો

સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે ખાસ કરીને કિશોર વયના બાળકોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સુરતના જુવેનાઇલ રિમાન્ડ હોમમાં કોરોનાએ એન્ટ્રી મારી લીધી છે.જેમાં 18 કિશોર અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિત 23 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે જુવેનાઈલ હોમમાં પાંચ કર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ પણ વાંચો:ધંધુકામાં યુવકની હત્યા મામલે મોટો ખુલાસો,બે મૈાલવીઓની સંડોવણી,ગૃહમંત્રી હર્ષ સંઘવી ધંધુકા જવા રવાના

બે દિવસ અગાઉ સુરતમાં 24 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે.વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા શાળાઓ કોલેજોના વર્ગખંડ બંધ કરવામાં આવ્યા છે. સુમન શાળા ઉધના, એલ પી સવાણી શાળા, એપેરિમેન્ટલ, SVNT કોલેજ, વાડિયા વિમેન્સ કોલેજમાં વર્ગખંડ બંધ રાખવામાં આવ્યા છે અને કુલ 388 જેટલા સ્ટાફનું કોન્ટેકટ ટ્રેસિંગ કરાયુ છે.ઉલ્લેખનીય છે કે, સુરતમાં 900 થી વધુ વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં કોરના સંક્રમિત થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં  નવા કેસ 12,911   નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ4405 માં  નોંધાયા છે. વળી સુરતમા પણ આ કેસમા કોઇ  ઘટાડો જોવા મળ્યો નથી. સુરતમા છેલ્લા 24 કલાક 708 માંનોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 1871   કેસ, રાજકોટમાં 1008 ,ગાંધીનગરમાં  કેસ નોંધાયા364  છે

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ  12,911 કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ 1,17,884    કેસની સંખ્યા છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 11,29,923 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા  9,92,431 ગઇ છે.

આ પણ વાંચો:મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

આ પણ વાંચો:પટેલ પરિવારના મોત બાદ ગુજરાત પોલીસે ગેરકાયદેસર ઇમિગ્રેશન કરતા છ લોકોની કરી અટકાયત

આ પણ વાંચો: અમેરિકા-કેનેડા બોર્ડર પર પટેલ પરિવારના 4 સભ્યોના મોતની પુષ્ટિ કરતી કેનેડા પોલીસ