હાર્દિક પંડ્યાએ પોતાની અનોખી ઓલરાઉન્ડ ક્ષમતાથી ભારતીય ક્રિકેટમાં પોતાને સાબિત કર્યું છે. તેણે જાન્યુઆરી 2016માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તેણે મિડલ ઓર્ડરમાં કેટલાક મહત્વપૂર્ણ રન બનાવ્યા છે અને સમયાંતરે વિકેટ પણ લીધી છે. આ સિવાય તેણે પોતાના અસાધારણ ફિલ્ડિંગ પ્રદર્શનથી પણ બધાને પોતાના પ્રશંસક બનાવી દીધા છે.

આ પણ વાંચો – ધરપકડ / માન્ચેસ્ટર યુનાઈટેડ ફૂટબોલરની ધરપકડ, ગર્લફ્રેન્ડે લગાવ્યો હુમલો અને શારીરિક શોષણના ગંભીર આરોપ
જો કે, જ્યારે પંડ્યાની ક્રિકેટ કારકિર્દી આકાશને આંબી રહી હતી, ત્યારે તેને પીઠનાં નીચેનાં ભાગમાં ઈજા થઈ હતી અને ઓક્ટોબર 2019માં લંડનમાં તેની સર્જરી થઈ હતી. ત્યારપછી તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને લાંબા સમયથી બેટ્સમેન તરીકે રમવું પડ્યું હતું પરંતુ તે એટલો સફળ રહ્યો નથી. જો કે, હવે પંડ્યા તેની સંપૂર્ણ ફિટનેસ પાછી મેળવવા માટે સખત મહેનત કરી રહ્યો છે જેથી તે આ વર્ષનાં અંતમાં ICC T20 વર્લ્ડ કપ 2022ને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય ટીમમાં પસંદગી માટે પોતાને ઉપલબ્ધ કરાવી શકે. તે ગત વર્ષે યુએઈમાં રમાયેલા T20 વર્લ્ડ કપથી ટીમ ઈન્ડિયાની બહાર છે અને તેને ટૂંક સમયમાં તક મળે તેવી શક્યતા ઓછી છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL ની 15મી સીઝનમાં અમદાવાદ તરફથી સીધો જ રમતા જોવા મળશે. હાર્દિક પંડ્યાએ કહ્યું કે, “મેં હંમેશા ટીમનાં હિતને ધ્યાનમાં રાખીને મારી તૈયારી સાથે પોતાને આગળ ધપાવી છે, પરંતુ આ વખતે મેં પોતાને શારીરિક અને માનસિક રીતે તૈયાર કરવામાં થોડો સમય લીધો છે. હું મારા પરિવાર માટે થોડો સમય લેવા માંગતો હતો. અમે બાયો બબલમાં ઘણો સમય વિતાવ્યો છે. જોકે દરેક વ્યક્તિએ અમને આરામદાયક અનુભવ કરાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ બાયો બબલમાં રહેવું ખૂબ મુશ્કેલ છે.” તેને મુંબઈ ઈન્ડિયન્સે જાળવી રાખ્યો નથી. હવે તે અમદાવાદ તરફથી રમતા જોવા મળશે.

આ પણ વાંચો – Tennis Rankings / ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બાર્ટી ટોપ પર યથાવત છે, પુરુષોમાં જોકોવિચે ફરી રેન્કિંગમાં પ્રથમ સ્થાને
ઓલરાઉન્ડરે એ પણ ખુલાસો કર્યો કે, તેને પોતાને સાબિત કરવા માટે થોડો સમય જોઈએ છે અને મુખ્ય ક્ષેત્રો પર કામ કરવાની જરૂર છે જેમાં તેને સુધારની જરૂર છે. સાથે જ તેણે એમ પણ કહ્યું કે તે મૌન રહીને મહેનત કરતો રહેશે. તેણે કહ્યું, “તમે તમારા પરિવારથી દૂર ઘણો સમય પસાર કરો છો અને અંતે તે તમારા પર અસર કરે છે. હું મારા વિશે વિચારવા અને સમજવા માટે સમય માંગતો હતો કે મારે કયા ક્ષેત્રોમાં કામ કરવાની જરૂર છે અને તે વસ્તુઓને કેવી રીતે સુધારવી.” ધ્યાન કેન્દ્રિત કરવા માટે હું દરરોજ બે સત્રો કરી રહ્યો છું. મેં હંમેશા મૌન રહીને સખત મહેનત કરી છે અને કરવાનું ચાલુ રાખીશ.”
