Not Set/ LIVE ind v/s sa : કેપ્ટન કોહલીએ ફટકારી ૨૧ મી સદી, ભારત – ૨૩૬/૬

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચ શ્રેણીની બીજી ટેસ્ટ સેન્ચુંરિયનમાં રમાઈ રહી છે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત આગળ ધપાવતા કેપ્ટન કોહલીએ શાનદાર સદી ફટકારી છે. કોહલીએ ટેસ્ટ કેરિયરની ૨૧ મિ સદી ફટકારી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય ટીમે ૬ વિકેટના નુકશાને ૨૩૬ રન બનાવી લીધા હતા. આ સમયે કેપ્ટન વિરાટ […]

Sports

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચ શ્રેણીની બીજી ટેસ્ટ સેન્ચુંરિયનમાં રમાઈ રહી છે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત આગળ ધપાવતા કેપ્ટન કોહલીએ શાનદાર સદી ફટકારી છે. કોહલીએ ટેસ્ટ કેરિયરની ૨૧ મિ સદી ફટકારી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય ટીમે ૬ વિકેટના નુકશાને ૨૩૬ રન બનાવી લીધા હતા. આ સમયે કેપ્ટન વિરાટ કોહલી ૧૦૬ અને હાર્દિક પંડ્યા ૨૫ રને રમતમાં હતા. ભારતીય ટીમની શરૂઆત પણ સારી રહી ન હતી અને ઓપનર લોકેશ રાહુલ માત્ર ૧૦ ફટકારી મોર્ની મોર્કાલનો શિકાર બન્યો હતો. ત્યારબાદ મુરલી વિજય અને કેપ્ટન કોહલીએ ઇનિંગ્સને આગળ ધપાવી હતી અને ભારતનો સ્કોર ૧૦૦ રનને પર પહોચ્ડ્યો હતો. મુરલી વિજય ૪૫ રન ફટકારી સ્પિનર કેશવ મહારાજનો શિકાર બન્યો.

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી દક્ષિણ આફ્રિકન ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૩૩૫ રનનો સ્કોર ખડકયો હતો. આફ્રિકા તરફથી ઓપનર માર્કરમેં ૯૪ જયારે હાશિમ અમલાએ ૮૨ રન ફટકાર્યા હતા. સ્પિનર આર. અશ્વિને ૪, ઝડપી બોલર ઇશાંત શર્માએ ૩ જયારે મોહમ્મદ સામીએ ૧ વિકેટ ઝડપી હતી.