IPL 2022/ સ્પોર્ટ ફિક્સિંગ કેસમાંથી નીકળ્યા બાદ શ્રીસંત હવે IPL રમવા માટે તૈયાર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાવાની છે. આ વખતે આઈપીએલમાં કુલ 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. મેગા ઓક્શન માટે ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં કેરળનાં ફાસ્ટ બોલર એસ શ્રીસંતે પણ પોતાનું નામ નોંધાવ્યું છે.

Sports

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાવાની છે. આ વખતે આઈપીએલમાં કુલ 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. મેગા ઓક્શન માટે ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં કેરળનાં ફાસ્ટ બોલર એસ શ્રીસંતે પણ પોતાનું નામ નોંધાવ્યું છે.

આ પણ વાંચો – IPL 2022 Update / IPL 2022 ખેલાડીઓની હરાજી યાદી જાહેર, રિઝર્વ પ્રાઇસ કેટેગેરીમાં 48 ખેલાડીઓ સામેલ

શ્રીસંતે તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા રાખી છે. બે દિવસીય મેગા ઓક્શનમાં કુલ 590 ક્રિકેટરોની બોલી લગાવવામાં આવશે. કેટલાક મોટા ખેલાડીઓએ પણ આઈપીએલની 15મી સીઝન માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 590 ખેલાડીઓમાંથી, 228 ખેલાડીઓ કેપ્ડ છે, જ્યારે 355 ખેલાડીઓ અનકેપ્ડ છે, દેશમાંથી સાત પ્લેયર એસોસિએટ્સ હરાજીમાં ભાગ લેશે. શ્રીસંતે તેની છેલ્લી IPL મેચ 2013માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી હતી. સ્પોટ ફિક્સિંગ કેસમાં શ્રીસંત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શ્રીસંત 2008 થી 2013 વચ્ચે કુલ 44 આઈપીએલ મેચ રમ્યો છે અને આ સમય દરમિયાન તેણે 8.14નાં ઈકોનોમી રેટથી રન આપીને કુલ 40 વિકેટ લીધી છે. આઈપીએલમાં વિવાદો સાથે શ્રીસંતનો લાંબો ઈતિહાસ છે. આઈપીએલની પ્રથમ સીઝનમાં શ્રીસંત પંજાબ કિંગ્સ (તે સમયે કિંગ્સ ઈલેવન પંજાબ) તરફથી રમ્યો હતો. ત્યારબાદ હરભજન સિંહે મેચ બાદ તેને થપ્પડ માર્યો હતો, જેને લઈને ઘણો વિવાદ થયો હતો.

આ પણ વાંચો – IND VS WI / રાજ્યનાં ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોને No-Entry

આ પછી શ્રીસંત સ્પોટ ફિક્સિંગ કેસમાં ફસાઈ ગયો. ત્યારબાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેના પર તમામ પ્રકારનાં ક્રિકેટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. શ્રીસંત સાત વર્ષનાં પ્રતિબંધ બાદ ઘરેલુ ક્રિકેટમાં પરત ફર્યો છે અને હવે તે IPLમાં વાપસી કરવા માંગે છે. હવે જોવાનું એ રહેશે કે 10 ફ્રેન્ચાઇઝી ટીમમાંથી કોઇ શ્રીસંત પર દાવ લગાવે છે કે નહીં.