રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, રાજ્યના વાજબી ભાવના દુકાન સંચાલકોના એસોસીએશન તથા વિવિધ પદાધિકારી ઓ તરફથી વખતોવખત કમિશન વધારો કરવાની મળેલ રજુઆતના અનુસંધાને મુખ્યમંત્રી એ સકારાત્મક દૃષ્ટીએ વિચારણા કરી ને આ કમિશનમાં વધારો કરી આપીને દુકાન સંચાલકોની પોષણક્ષમતામાં વૃદ્ધિનો અભિગમ અપનાવ્યો છે.
આ પણ વાંચો:ગુજરાત / NFSA કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય, હવે 50 રૂપિયામાં મળશે તુવેર દાળ
તેમણે કહ્યું કે, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોના વિભાગ મારફતે રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ તથા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા” અર્તગત રાજયના હાલ કુલ ૭૦ લાખ રેશનકાર્ડધારકો અને ૩ કરોડ ૪૫ લાખ જનસંખ્યાને દર માસે આશરે ૧૭૦૦૦થી વઘુ વાજબી ભાવની દુકાનો મારફતે આધાર બેઇઝડ આધારિત વિતરણ પધ્ધતિથી ઘઉં, ચોખા, તુવેરદાળ, ખાંડ, આયોડાઇઝડ મીંઠુ અને વર્ષમાં બે વખત રીફાઇન્ડ કપાસિયા તેલનું વિતરણ કરવામાં આવે છે.
આ વિતરણ વ્યવસ્થાનું રાજ્ય સરકાર દ્વારા NIC દ્વારા વિકસાવેલ સોફટ્વેર મારફ્તે સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ્ડ ૫ઘ્ઘતિથી અમલીકરણ થાય છે, જેમાં હવે ….
- ઘઉં/ ચોખામાં પ્રતિ કિવ. મળતા હાલના કમિશનમાં રૂ.૪૨/-નો વઘારો કરીને હવે રૂ.૧૫૦/- પ્રતિ કિવ. કમિશન આપાશે.
- તુવેરદાળમાં પ્રતિ પાઉચ/કિલો હાલના કમિશનમાં રૂ.૧.૯૨/-નો વઘારો કરતાં હવે રૂ.૩/- પ્રતિ પાઉચ/કિલો કમિશન મળશે.
- ખાંડમાં પ્રતિ કિવ. હાલના કમિશનને ઘઉં/ચોખાના કમિશન દર મુજબ સમાન દરે લાવવા માટે રૂ.૯૦/-નો વઘારો કરતાં હવે રૂ.૧૫૦/- પ્રતિ કિવ. કમિશન મળતું થશે.
- મીઠામાં પ્રતિ કિવ. હાલના કમિશનને પણ ઘઉં/ચોખાના કમિશન દર મુજબ સમાન દરે લાવવા માટે રૂ.૧૨૫/-નો વઘારો કરતાં હવે રૂ.૧૫૦/- પ્રતિ કિવ. કમિશન મળશે.
- ખાઘતેલમાં પ્રતિ પાઉચ/ લીટર હાલના કમિશનમાં રૂ.૨/-નો વઘારો કરતાં હવે રૂ.૫/- પ્રતિ પાઉચ/ લીટર કમિશન મળશે.
મંત્રી જીતુભાઇ વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે વ્યાજબી ભાવના દુકાનદારોના લાંબા સમયથી ૫ડતર પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવી દીધો છે.
આ પણ વાંચો:મુંબઈ / મહારાષ્ટ્રમાં પૂર્વ સાંસદ નિલેશ રાણે વિરુદ્ધ FIR, આ મામલે નોંધાયો કેસ
