Not Set/ રાજકોટમાં ક્રિમિલેયર સર્ટિફિકેટ કાઢવા મામલે નાગરિકો પાસેથી પૈસા ખંખેરતા વચેટીયાઓનું પર્દાફાશ કરતું મંતવ્ય ન્યુઝ

ગુજરાત રાજ્યમાં કૌભાંડે માઝા મૂકી છે ,સરકારી વિભાગોમાં વચેટીયાઓ નાગરિકો પાસેથી સરકારી દસ્તાવેજો કઢાવવાના અનેક રુપિયા ખંખેરી લેતા હોય છે.

Top Stories Gujarat
સર્ટીફિકેટ
  • ક્રિમિલેયર સર્ટિફિકેટ કાઢવામાં વચેટિયાં બેફામ
  • યુવાનો પાસેથી ખંખેરાય છે 350થી 400 રૂપિયા
  • રાજકોટના બહુમાળી ભવન ખાતે ગોરખધંધો
  • વચેટિયાઓ દ્વારા યુવાઓને લૂંટવાનો ધંધો
  • તલાટીની પરીક્ષા માટે ક્રીમિલેયર સર્ટિ.નો મામલો
  • સરકારી કેમ્પસમાં વચેટિયાઓના ગોરખધંધા
  • વચેટિયાંના ગોરખધંધા સામે તંત્રે મોંઢામાં મગ ભર્યા

ગુજરાત રાજ્યમાં કૌભાંડે માઝા મૂકી છે ,સરકારી વિભાગોમાં વચેટીયાઓ નાગરિકો પાસેથી સરકારી દસ્તાવેજો કઢાવવાના અનેક રૂપિયા ખંખેરી લેતા હોય છે. અને આ બદુ અધિકારીઓની સામે થઇ રહ્યું છે તે છતાં પણ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે, રાજ્યના નાગરિકો સર્ટીફિકેટ માટે 300 રૂપિયાથી લઇને એક હજાર સુધી ખંખેરી લેતા હોય છે,આ પ્રમાણપત્રની સત્વરે જરૂર હોવાથી નાગરિકો મોટી કિંમત ચૂકવી રહ્યા છે. આવા કૌભાંડ કરનાર વચેટીયાઓને ખુલ્લો પાડવાનો નિર્ધાર મંતવ્ય ન્યુઝે કર્યો છે. મંતવ્ય ન્યૂઝે સ્ટીંગ ઓપરેશન કરતા સમગ્ર ભષ્ટ્રાચાર સામે આવ્યો છે.

આ પણ વાંચો :કોંગ્રેસ મહિલા કોર્પોરેટરે વિપક્ષી નેતાઓ સામે તાંત્રિક વિધિ કરાઇ હોવાનો ઓડિયો થયો વાયરલ, અપાયા તપાસના આદેશ

રાજકોટની બહુમાળી ભવનમાં ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે, ક્ર્મીલિયેર સર્ટીફિકેટ કાઢલા માટે આવતા નાગરિકો પાસેથી 400 રૂપિયા સુધી ખંખેરી લેવામાં આવતા હતા જેના લીધે્ મંતવ્ય ન્યુઝે આ મામલે સ્ટીંગ ઓપરેશન કર્યું હતું જેમાં સઘળી વાતો સામે આવી હતી. આ સ્ટીંગમાં સર્ટીફિકેટ માટે પૈસાની માગણી કરે છે, જેની તમામ બાબતો સામે આવી છે. તલાટીની ભરતી માટે ક્રિમિલેયર સર્ટી માટે વચેટીયો નાગરિકો પાસેથી પૈસા માંગતો અને સર્ટીફિકેટ કાઢી  આપતો હતો.

ઉલ્લેખનીય છે કે, તલાટીની પરીક્ષા માટે ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા યુવાઓ આવી રહ્યા છે.ત્યારે વચેટિયાઓ દ્વારા યુવાઓને લૂંટવાનો ધંધો ચાલી રહ્યો છે.સરકારી કેમ્પસમાં વચેટિયાઓના ગોરખધંધા બેફામ બન્યા છે.ત્યારે મંતવ્ય ન્યૂઝે સરકારી કેમ્પસમાં ચાલતો ગોરખધંધાને ઉજાગર કર્યો છે.જેથી વચેટિયાઓ સામે કાર્યવાહી કરવા તંત્ર શાબ્દુ બન્યું છે.

સરકારે વર્ગ 3ની તલાટી કમ મંત્રીની જગ્યા માટે સીધી ભરતીની જાહેરાત કરતા અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોમાં નોન ક્રીમિલેયર સર્ટિફિકેટ જોડવું આવશ્યક હોય છે. જેથી તે સર્ટિ. કઢાવવા માટે લોકોની લાંબી લાઈન લાગી છે. રાજકોટમાં બહુમાળી ભવન ખાતે સવારે 11 વાગ્યે સર્ટિ. કાઢવા માટેની પ્રક્રિયા શરૂ થાય છે, જો કે, લોકો વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહી જાય છે, પરંતુ તંત્રની વ્યવસ્થાના અભાવે લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે.

આ પણ વાંચો :ગાંધીનગરની કેનાલ બની ડેથ પોઇન્ટ, સુઘડ કેનાલમાં મહિલાએ ઝંપલાવ્યું

આ પણ વાંચો :પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલના ત્રીજા માળેથી કૂદીને વિદ્યાર્થીએ કર્યો આપઘાત

આ પણ વાંચો : સાયલાના નાના હરણીયા ગામની સીમમાંથી 690 લીટર દારૂ અને 4,800 લીટર આથો ઝડપાયો

આ પણ વાંચો :વડોદરા-અમદાવાદ એકસપ્રેસ પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રક ચાલકનું મોત,LPG સિલિન્ડર પણ બ્લાસ્ટ થયો