રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે સરકાર લોકોને રાત્રી કર્ફ્યૂ સહિત અન્ય નિયમોમાં છુટછાટ આપી શકે છે. હાલ 4 ફેબ્રુઆરી સુધી રાત્રી કર્ફ્યૂની જાહેરાત થયેલી છે. તે મુદત પૂર્ણ થવા જઈ રહી છે. તેથી સરકાર લગ્નમાં થોડા વધારે લોકોની મંજૂરી આપી શકે છે. તેમજ શાળામાં ઓફલાઇન શિક્ષણ ચાલુ કરવા અંગે પણ નિર્ણય થઈ શકે છે
આ પણ વાંચો: સુરતમાં કોરોનાથી 4 લોકોએ દમ તોડ્યો, જાણો નવા કેટલા કેસ….
8 મહાનગર – 19 નગરોમાં રાત્રી કર્ફ્યૂ
રાજ્યના 8 મહાનગરો અને 19 નગરોમાં રાત્રી કર્ફ્યૂ અમલ થઈ રહ્યો છે. જેના કારણે રાત્રે 10 કલાકથી સવારે છ કલાક સુધી કર્ફ્યૂ છે. મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયું અમલમાં છે. તો 19 નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં રાત્રી કર્ફ્યૂ છે.
બુધવારે કોરોના 8,934 કેસ
ગુજરાતમાં બુધવારે કોરોનાના નવા 8934 કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ 15,177 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,98,199 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 93.23 ટકાએ પહોંચી ચુક્યો છે.
આ પણ વાંચો:દિલ્હી-NCRમાં વરસાદના કારણે ઠંડી વધી, જાણો દેશના બાકીના ભાગોની સ્થિતિ…
આ પણ વાંચો:વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રજીસ્ટ્રેશન ન થતાં હોબાળો
