Not Set/ ગુજરાત કોંગ્રેસનો ડખ્ખો પહોંચ્યો તાંત્રિક પાસે, આ મહિલા કોર્પોરેટરનો તાંત્રિક સાથે વાતચીતનો ઓડિયો વાયરલ

કોંગ્રેસના જ બે નેતાઓ વિરુધ્ધ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જમણા બેન વેગડાએ તાંત્રિક વિદ્યા કરાવવા માટે તાંત્રિક સાથે કરેલી વાતચીતની ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Top Stories Ahmedabad Gujarat
જમનાબેન કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર અને વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ

અમદાવાદના કોંગ્રેસના બે નેતાના ખાત્મા માટે મહિલા તાંત્રિક સાથે વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. અને આ વાતચીત કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડાએ કરી હોવાનો આક્ષેપ છે. જેમાં શૈલેષ પરમાર અને શહેજાદ પઠાણનો ખાત્મો કરવા માટે તાંત્રિક સાથે વાતચીત કરવામાં આવી રહી છે. ત્યારે આ મુદ્દે મંતવ્ય ન્યૂઝની ટીમે જમનાબેન વેગડા સાથે વાતચીત કરતાં તેમણે પોતાનો બચાવ કર્યો છે. અને જણાવ્યું કે આ ઓડિયો તેમનો નથી ડિજિટલ જમાનામાં કોઈએ એડિટ કરીને બનાવ્યો હશે.

કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર અને વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ પર મહિલા કોર્પોરેટર જમણા બેન વેગડા તાંત્રિક વિદ્યા કરાવવા માટે તાંત્રિક સાથે કરેલી વાતચીતની ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજકારણમાં આવું પહેલીવાર થયું છે કે, જ્યારે એક નેતા બીજા નેતાઓ વિરુદ્ધ તાંત્રિક વિદ્યા કરાવી રહ્યા હોય. ઓડિયો ક્લિપ વાયરલ થતા કોંગ્રેસ પક્ષે, આ કાર્ય કરતા વિરુદ્ધ ગંભીર નોંધ લીધી છે.

ગુજરાતના રાજકારણને બદનામ કરતો કિસ્સો અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીમાં મહિલા કાઉન્સિલર દ્વારા અંધશ્રદ્ધાની આડમાં વિપક્ષ નેતા વિરુદ્ધ તાંત્રિક વિદ્યા કરાવી હતી. જેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચર્ચાનો વિષય બની છે. તાંત્રિક વિદ્યા કરાવનાર જમના વેગડ અને તાંત્રિક વિદ્યા કરાવનાર મહિલા સાથે વાતચીતની ઓડિયો ક્લિપ હાલ ચર્ચાનો વિષય બની છે.

ગુપ્ત નવરાત્રિ / 3જી ફેબ્રુઆરીએ શુભ યોગમાં દેવી પાર્વતીની પૂજા કરો અને આ કાર્યથી ઘરમાં સુખ, સમૃદ્ધિ જળવાઈ રહેશે

આસ્થા / ભગવાન ગણેશની પીઠના દર્શન કેમ ન કરવા જોઈએ

ગુપ્ત નવરાત્રી / ગુપ્ત સિદ્ધિઓ મેળવવા માટે ગુપ્ત નવરાત્રિમાં આ 10 મહાવિદ્યાઓની કરો પૂજા

ગુપ્ત નવરાત્રી / બુધાદિત્ય યોગમાં શરૂ થશે ગુપ્ત નવરાત્રિ, આ 9 દિવસોમાં કયો દિવસ રહેશે શુભ

Life Management / ટાપુ પર રહેતા ગીધને વૃદ્ધ ગીધે આપી સલાહ, પરંતુ આ યુવા ગીધોએ સલાહ ના સાંભળી અને  પરિણામ..