U19 World Cup/ ફાઈનલમાં ધોની અંદાજમાં છક્કો ફટકારી બાનાએ ટીમ ઈન્ડિયાને અપાવ્યો વર્લ્ડ કપ, Video

ભારતની યુવા બ્રિગેડે એન્ટિગુઆમાં ઈતિહાસ રચ્યો છે. અંડર-19 વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 4 વિકેટથી હરાવીને રેકોર્ડ પાંચમી વખત ટાઇટલ કબ્જે કર્યું છે.

Sports

ભારતની યુવા બ્રિગેડે એન્ટિગુઆમાં ઈતિહાસ રચ્યો છે. અંડર-19 વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 4 વિકેટથી હરાવીને રેકોર્ડ પાંચમી વખત ટાઇટલ કબ્જે કર્યું છે. સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ ખાતે પ્રથમ બોલિંગ કરતા ભારતે ઈંગ્લેન્ડને 44.5 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને ત્યારબાદ 47.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્યને મેળવ્યુ હતુ.

આ પણ વાંચો – U19 World Cup / ફાઈનલમાં જીત બાદ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માલામાલ, BCCI કરી મોટી જાહેરાત

ભારતીય ટીમ માટે દિનેશ બાનાએ શાનદાર સિક્સર ફટકારીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. મહેન્દ્ર સિંહ ધોનીએ 2011માં છક્કો ફટકારીને ભારતને 28 વર્ષ પછી 50-ઓવરનાં વર્લ્ડ કપમાં વિજેતા બનાવ્યું હતું બરાબર તે જ રીતે બાનાએ છક્કો ફટકારી ધોનીનાં તે સિક્સરની યાદ તાજા કરી હતી. બાનાએ મેચમાં 5 બોલમાં 2 છક્કા ફટકાર્યા અને અણનમ 13 રનનું યોગદાન આપીને ભારતને 4 વર્ષ બાદ ફરીથી અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ અપાવ્યો. આપને જણાવી દઇએ કે, ભારતને જીતવા માટે 190 રનનો ટાર્ગેટ હતો. પરંતુ ટીમે બીજા બોલ પર જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે આ પછી હરનૂર સિંહ અને શેખ રાશિદે સંભાળીને બેટિંગ કરી હતી. પરંતુ ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 95 અને 97નાં સ્કોર પર સતત બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી નિશાંત સિંધુ, રાજ બાવા અને પછી દિનેશ બાનાનાં શાનદાર પ્રદર્શનનાં આધારે ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ વખત આ ખિતાબ જીત્યો. દિનેશ બાનાએ સિક્સર ફટકારીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું.

https://twitter.com/praveen_5654/status/1490156149588754432?s=20&t=gTrq7R1VgjkyIa1DzDC2WA

આ પણ વાંચો – Interesting / રવિવારે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરતા જ 1 હજાર ODI રમનારી વિશ્વની પ્રથમ ટીમ બનશે, જાણો બીજા અને ત્રીજા નંબર પર કોણ?

આ સાથે ભારતે રેકોર્ડ પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ આ પહેલા 2000, 2008, 2012 અને 2018માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતે અત્યાર સુધી રમાયેલા 14 ICC અંડર-19 વર્લ્ડ કપમાંથી 8 વખત ફાઈનલ રમવાનો રેકોર્ડ મજબૂત કર્યો હતો અને 5 ફાઈનલ મેચમાં જીત મેળવીને ભારતે ઈતિહાસ રચ્યો હતો.

ભારત સિવાય ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા નંબર પર છે જેણે ત્રણ ટાઇટલ જીત્યા છે. આ સાથે જ બે વખત પાકિસ્તાનની ટીમને ICC અંડર-19 વર્લ્ડ કપ જીતવાની તક મળી છે. આ ટીમો સિવાય ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશે એક-એક વખત ટ્રોફી જીતી છે.