ભારતે ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવીને રેકોર્ડ પાંચમી વખત ICC અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. એન્ટિગુઆનાં સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં શનિવારે રાત્રે રમાયેલી ટાઈટલ મેચમાં યશ ધુલની આગેવાની હેઠળની ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું.
આ પણ વાંચો – U19 World Cup / ફાઈનલમાં જીત બાદ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માલામાલ, BCCI કરી મોટી જાહેરાત
આપને જણાવી દઇએ કે, મેચમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કરનાર ભારતીય ખેલાડી રાજ બાવાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો છે. બાવાએ ફાઇનલ મેચમાં 5 વિકેટ લેવા ઉપરાંત બેટિંગમાં 35 રનની ઉપયોગી ઇનિંગ પણ રમી હતી. બાવા ઉપરાંત દક્ષિણ આફ્રિકાનાં બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ‘બેબી એબી ડી વિલિયર્સ’નાં નામથી જાણીતી બ્રેવિસની ટીમ પહેલા જ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. વળી જો ફાઈનલ મેચની વાત કરીએ તો બાવાએ શાનદાર બોલિંગ કરીને 5 વિકેટ લીધી અને ઈંગ્લેન્ડની કમર તોડી નાખી હતી. બાવાએ 9.5 ઓવરમાં 5 વિકેટે માત્ર 31 રન આપ્યા હતા. આ પછી તેણે બેટિંગમાં પણ 35 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. બાવાએ 54 બોલમાં 2 ચોક્કા અને 1 છક્કો ફટકાર્યો હતો. તેણે લીગ સ્ટેજમાં યુગાન્ડ સામે 108 બોલમાં અણનમ 162 રન બનાવ્યા, જે આ ટૂર્નામેન્ટમાં કોઈપણ બેટ્સમેનનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર હતો.
🏏 5/31 and 35 runs 🏏
Raj Bawa is the Player of the Match in the #U19CWC Final for his all-round performance 🌟 pic.twitter.com/kLFUDDXge0
— ICC (@ICC) February 5, 2022
બાવાએ ટૂર્નામેન્ટમાં 6 મેચમાં 63 ની એવરેજ અને 100.80 ની સ્ટ્રાઈક રેટથી 252 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 19 ચોક્કા અને 10 છક્કા ફટકાર્યા હતા. રાજ બાવાએ તેના પ્રદર્શન બાદ કહ્યું, ‘આ પરફોર્મન્સ મારા માટે ખૂબ જ ખાસ છે. ફિનાલેમાં આ રીતે પ્રદર્શન કરવું ખૂબ જ સારું લાગે છે. હું કોચ દ્વારા આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરતો હતો. દક્ષિણ આફ્રિકાનાં બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ‘બેબી એબી ડી વિલિયર્સ’નાં નામથી પ્રખ્યાત બ્રેવિસે છ મેચની છ ઇનિંગ્સમાં 84.33ની એવરેજથી 506 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 45 ફોર અને 18 સિક્સર ફટકારી હતી. ભારતીઓમાં અંગક્રિશ રઘુવંશી ટોપ સ્કોરર હતો, તેણે 6 મેચમાં 46.33 અને 89.39ની સ્ટ્રાઈક રેટથી 278 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 39 ફોર અને 6 સિક્સર ફટકારી હતી.
https://twitter.com/ICC/status/1490078570626138115?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1490078570626138115%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fcricket%2Fstory-icc-under-19-world-cup-2022-dewald-brevis-is-the-player-of-the-tournament-and-raj-bawa-became-player-of-the-match-5749822.html
આ પણ વાંચો – Interesting / રવિવારે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરતા જ 1 હજાર ODI રમનારી વિશ્વની પ્રથમ ટીમ બનશે, જાણો બીજા અને ત્રીજા નંબર પર કોણ?
વળી, શ્રીલંકાનાં લેફ્ટ આર્મ સ્પિનર દુનિથ વેલાગે 13.58ની એવરેજથી સૌથી વધુ 17 વિકેટ લીધી હતી. તેણે આ ટૂર્નામેન્ટમાં બે વખત 5 વિકેટ લીધી હતી. તેના સિવાય સ્કોટલેન્ડનાં જેમી કાર્નર્સે યુગાન્ડા સામે 6/24 શાનદાર પ્રદર્શન કર્યુ હતુ, જે આ ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. ભારતનો વિકી ઓસ્તવાલ ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ભારતીય બોલર રહ્યો હતો. વિકીએ 6 મેચમાં 13.33ની એવરેજથી 12 વિકેટ લીધી હતી. તેમાં એક વખત 5 વિકેટ પણ સામેલ છે.
