Not Set/ આઝમ ખાનને સુપ્રીમ કોર્ટમાંથી નથી મળી રાહત, રહેવું પડશે જેલમાં

આઝમ ખાનને ચૂંટણી માટે વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેઓ આ મામલાની સુનાવણી કરવા ઈચ્છુક નથી..

Top Stories India
આજમ

સુપ્રીમ કોર્ટે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને ચૂંટણી માટે વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેઓ આ મામલાની સુનાવણી કરવા ઈચ્છુક નથી, આઝમ ખાન હાઈકોર્ટમાં જઈને વહેલી સુનાવણીની માંગ કરી શકે છે. આઝમ ખાન મુદ્દે કપિલ સિબ્બલે કહ્યું, “અમે હાઈકોર્ટમાં પણ ગયા હતા, ત્રણ વખત વહેલી સુનાવણીની માંગ કરી હતી, મહિનાઓથી કોઈ સુનાવણી થઈ નથી. ખાને કંઈ કર્યું નથી, હજુ પણ જેલમાં છે, રાતોરાત 25 FIR નોંધાઈ ગઈ છે.

આ પણ વાંચો: સમાજવાદી પાર્ટીનું ચૂંટણી ઢંઢેરો જાહેર, અખિલેશ યાદવે ખેડૂતો, યુવાનોને આકર્ષ્યા

બનાવટી અને જમીન પર ગેરકાયદે કબજો કરવાના આરોપમાં બે વર્ષથી સીતાપુર જેલમાં રહેલા આઝમે પોતાની અરજીમાં કહ્યું છે કે, તેની સામેના કેસોમાં કાર્યવાહીની ગતિ ધીમી પડી રહી છે. આની પાછળનું રાજકીય ષડયંત્ર જણાવતા આઝમે કહ્યું છે કે , લોકતાંત્રિક પ્રક્રિયા વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેવા માટે તેમને વચગાળાના જામીન મળવા જરૂરી છે.

આઝમ ખાન માટે સિબ્બલે કહ્યું, “આઝમ ખાન વિરુદ્ધ 87 કેસ નોંધાયેલા છે, તેમને 83 કેસમાં જામીન મળી ચૂક્યા છે, જ્યારે ત્રણ કેસમાં તેમને જામીન નકારવામાં આવી રહ્યા છે. રાજ્ય નથી ઈચ્છતું કે તેઓ ચૂંટણી પ્રચારમાં ભાગ લે.”

જસ્ટિસ નાગેશ્વર રાવે કહ્યું, “કૃપા કરીને કોર્ટમાં રાજકારણ ન લાવો.” તેના પર સિબ્બલે કહ્યું કે, રાજનીતિ તમારી સામે છે. આ પછી કોર્ટે કહ્યું કે, અમે તેની સુનાવણી કરી શકતા નથી. અરજદાર સંબંધિત કોર્ટનો સંપર્ક કરવા અને સુનાવણી ઝડપી કરવાનો પ્રયાસ કરવા માટે સ્વતંત્ર છે. તે જ સમયે, અરજદારનું કહેવું છે કે, તેની સ્વતંત્રતા દાવ પર છે.

આ પણ વાંચો: પાકિસ્તાન મરીનની નાપક હરકત, ભારતીય 2 બોટ અને 12 માછીમારોનું અપહરણ

આ પણ વાંચો:હિમસ્ખલનમાં ફસાયેલા સૈન્યના સાત જવાનો શહીદ થયા