કોરોના કાળમાં એલોપેથીની સાથે ઘણા લોકોએ આયુર્વેદિક દવાઓનો પણ સહારો લીધો હતો. અને ઘણા લોકો હજુ પણ આયુર્વેદિક દવાઓ ઉપયોગમાં લઈ રહ્યા છે. ત્યારે આયુર્વેદિક દવાઓના વેચાણમાં પણ ઘણો વધારો જોવા મળ્યો. ખાસ કરીને તાવ, શરદી-ઉધરસ, પેટની સમસ્યા, લોહીની સમસ્યા, વાળની સમસ્યાઓને લગતી દવાઓનું વધુ વેચાણ થયું છે. દેશમાં ફાર્મા સેક્ટરમાં થતા વાર્ષિક ટર્ન ઓવરમાં આયુર્વેદિક સેક્ટરનું યોગદાન પણ વધ્યું છે.
ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં દેશ-વિદેશમાં ગુજરાત ટોચનું સ્થાન ધરાવે છે સાથે-સાથે આયુર્વેદિ પ્રોડક્ટ માર્કેટનો પણ ગ્રોથ ઝડપી આગળ વધી રહ્યો છે. ગુજરાત નું ટર્ન ઓવર 3 હજાર કરોડ ને પાર પહોંચ્યું છે .
કોરના આવ્યા બાદ લોકો આયુર્વેદિક તરફ વળ્યા છે જેને લઈને આયુર્વેદને વેગ મળ્યો છે. કોવિડ આવ્યો ત્યારબાદ લોકોની જીવનશૈલી બદલાઈ છે. અને લોકો એલોપેથી કે અન્ય દવાઓ નથી ઉપયોગમાં લેતા પરંતુ આયુર્વેદ તરફ વળ્યા છે. ત્યાં સુધી કે કોરોના સામે લડવા અને તેનાથી થતી અડ અસરો માટે પણ હવે આયુર્વેદિક પ્રોડક્ટ માટે પણ આયુર્વેદિક દવા જ ઉપયોગમાં લઈ રહ્યા છે.
દેશ ફાર્મા સેકટરમાં અગ્રેસર છે. વાર્ષિક ટર્ન ઓવર અંદાજે 1 લાખ કરોડને પાર છે પરંતુ તેમાં હવે આયુર્વેદિક સેક્ટરનું યોગદાન વધ્યું છે.. વેચાણમાં અંદાજે 20 ટકાનો વધારો થયો છે. હાલમાં લોકો સૌથી વધારે કોરોના સામે લડવાની પેટની કે લોહીની સમસ્યા અમે વાળ ની સમસ્યાઓને લગતી પ્રોડક્ટ વધારે ડિમાન્ડ કરી રહ્યા છે. લોકોમાં ખોરાકની આદતોમાં પરિવર્તન,ઓછા શારીરિક શ્રમ,ડેસ્ક નોકરીઓ વધુ છે જેના કારણે ભારતીયોને જીવનશૈલીની બિમારીઓ વધે છે જેથી લોકો હવે આયુર્વેદિકને વધુ જોર આપી રહ્યા છે.
તો આમ હવે કોરોના ત્રીજી લહેર બાદ આયુર્વેદિકનું વેચાણ વધ્યું છે. જે રીતે લોકો આયુર્વેદિક પ્રોડક્ટની ખરીદી પર જોર આપી રહ્યા છે સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ લોકોને આયુર્વેદ તરફ વળવા માટે પ્રેરી રહ્યા છે જેને જોતા આગામી સમયમાં આયુર્વેદિક પ્રોડક્ટ માં પણ ગુજરાત અગ્રેસર રહશે.
Success / શાળામાંથી ડ્રોપઆઉટ થી લઈ 100 કલાકમાં 6000 કરોડની ડીલ, જાણો ગૌતમ અદાણીના 10 રસપ્રદ તથ્યો
જ્યોતિષ / 18 ફેબ્રુઆરીએ શનિ નક્ષત્ર બદલશે, આ 4 રાશિઓને થશે સૌથી વધુ ફાયદો
ગુપ્ત નવરાત્રી / ગુપ્ત નવરાત્રિની અષ્ટમી તિથિ 8 અને 9 ફેબ્રુઆરીએ થશે, આ ઉપાયો કરવાથી દુર્ભાગ્ય દૂર થશે
આસ્થા / 13 ફેબ્રુઆરી સુધી રહેશે સૂર્ય અને શનિનો યોગ, આ 2 રાશિઓને મળશે શુભ પરિણામ
Life Management / રાજાએ સાધુને રાજપાટ સોંપ્યું, બાદમાં સાધુએ તે રાજાને નોકર બનાવ્યો… પછી શું થયું?
