ભાવનગર કણબીવાડમા લૂંટ ના ઇરાદે હત્યા
લૂંટ ના ઇરાદે વૃદ્ધ પુરુષની હત્યા
તીક્ષ્ણ હથિયારના ધા વડે હત્યા કરાઈ
સ્થાનિક લોકો દ્વારા પોલીસે જાણ કરાઈ
પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો
ગુજરાતમાં કાયદો અને વ્યાસ્થાની સ્થિતિ એટલા હદે કથળી ગઇ છે કે, મેગા અને મેટ્રો શહેરોમાં થતી વારદાત હવે ગામડા ગામ સુધી પહોંચી ગઇ છે. ગુજરાતનું ગ્રામ્ય જીવન અત્યંત સેઇફ માનવામાં આવે છે. ગામડામાં લોકો એક બીજાની હુફે રહે છે અને ગુનાહીત પ્રવતીઓને અવકાશ નહીવત સમો જોવામાં આવે છે. પરંતુ હાલનાં સમયે આ તમામ સંજ્ઞાઓ ખોટી પાડી બતાવી છે અને ગામડા ગામમાં લૂંટ અને હત્યાનો ગુને સામે આવતા કાયદાની સ્થિતિનો અંદાજ લગાવી શકાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે.
આપણ વાંચો:અમરેલી : સાવરકુંડલાનાં હાડીડા ગામે લૂંટ વિથ મર્ડર, વૃદ્ધાની કરાઇ કરપીણ હત્યા
ભાવનગર જિલ્લામાં આવેલા લૂંટ ના ઇરાદે વૃદ્ધ પુરુષની કરપીણ હત્યા કરવામાં આવી હતી.વૃદ્ધ ના ઘરમાં ઘુસી ગળા ટૂંપો દઈ તીક્ષ્ણ હથિયારના ધા વડે હત્યા કરાઈ હતી.સ્થાનિક લોકો દ્વારા પોલીસે જાણ કરાઈ હતી.પોલીસ ધટના સ્થળે પહોચી તપાસ હાથ ધરતા તમામ કબાટ ખુલ્લા જોવા મળ્યા હતા.તેમજ ધરવધરીનો સામાન વેર વીખેર જોવા મળ્યો હતો.
લૂંટારૂઓ લૂંટ ચલાવી વૃદ્ઘાની હત્યા કરીને આબાદ ફરાર થઇ ગયા હતા. ત્યારે પોલીસ દ્વારા લૂંટારૂ કેટલા હતા, કેટલા સામનની લૂંટ ચલાવી છે અને હત્યા કરવા સુધી લૂંટની વારદાત કેમ પહોંચી વગેરે પ્રશ્નો સાથે તપાસનો ધમધમાટ શરુ કરી દોવામાં આવ્યો છે. નાનકડા ગામમાં લૂંટ વિથ મર્ડરથી સમગ્ર પંથકમાં ભય સાથે અરેરાટી વ્યાપી ગઇ હોવાનું સામે આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
