Gandhinagar News/ અંબાજી દર્શન હવે વધુ સુલભ: પ્રસાદ બુકિંગથી ડોનેશન સુધીની સુવિધા મોબાઈલ એપ પર ઉપલબ્ધ..કલેક્ટર મિહિર પટેલના હસ્તે લોન્ચિંગ…

Ambaji (અંબાજી યાત્રાધામ) ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના વરદ હસ્તે આ એપ્લિકેશનનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

Gujarat Gandhinagar
Ambaji, અંબાજી દર્શન, ગૂગલ પ્લેસ્ટોર, મિહિર પટેલ, મોબાઇલ એપ્લિકેશન

Gandhinagar News: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે આવતા કરોડો માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

Ambaji, અંબાજી દર્શન, ગૂગલ પ્લેસ્ટોર, મિહિર પટેલ, મોબાઇલ એપ્લિકેશન

બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ (Shri Arasuri Ambaji Mata Devasthan Trust)ના ચેરમેન મિહિર પટેલ (Mihir Patel)ના વરદ હસ્તે આ એપ્લિકેશનનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ આઈ સ્ટોર (Google Play Store and Apple I Store) પર ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના દ્વારા યાત્રિકો હવે ગમે ત્યાંથી મંદિરની વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે.

Ambaji, અંબાજી દર્શન, ગૂગલ પ્લેસ્ટોર, મિહિર પટેલ, મોબાઇલ એપ્લિકેશન

આ મોબાઈલ એપ્લિકેશન માઇભકત દ્વારા નિ:શુલ્ક (Free Mobile Application) બનાવવામાં આવી છે. જેમાં યાત્રિકો માટે દર્શનનો સમય, જનરલ ડોનેશન, સુવર્ણ શિખર દાન, ભોજનાલય માટે દાન, પ્રસાદની ઓનલાઇન બુકિંગ અને ઈ-સ્ટોર જેવી સુવિધાઓ મેળવી શકશે. આ ઉપરાંત, ભાદરવી પૂનમના મેળા (Bhadarvi Poonam Mela) દરમિયાન પદયાત્રી સંઘો માટે રજીસ્ટ્રેશન અને સેવા કેમ્પની માહિતી પણ ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ થશે.

Ambaji, અંબાજી દર્શન, ગૂગલ પ્લેસ્ટોર, મિહિર પટેલ, મોબાઇલ એપ્લિકેશન

ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અંદાજે 1 કરોડ 20 લાખ જેટલા મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ અને કરોડોનું દાન મેળવવામાં આવે છે, ત્યારે આ નવી ટેકનોલોજી અને સેન્ટ્રલાઈઝ્ડ સર્વર દ્વારા વહીવટમાં વધુ ગુડ ગવર્નન્સ અને સુગમતા આવશે.


આ પણ વાંચો: અંબાજી મંદિરના મહંતનો વિવાદ સર્જનારા મહેશગીરી પોતે જ વિવાદમાં ફસાયા

આ પણ વાંચો: અંબાજી મંદિરના છઠ્ઠા નોરતે ચાચર ચોક ખાતે ભવ્ય મહા આરતી

આ પણ વાંચો: અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્ર એનાયત કરાયુ