આક્રોશ/ ગોધરામાં ખારકુવામાં ડૂબી જવાથી 7 વર્ષના બાળકનું મોત, લોકોમાં આક્રોશ

@મોહસીન દાલ , પંચમહાલ  ખારકુવો પુરીને પુરાવાઓ નાશ કરનાર મકાન માલિક સામે ગુન્હો દાખલ કરવા સ્વજનોનો આક્રોશ!! ———————————————- ગોધરા શહેરના ડોડપા તળાવ પાસે લક્ષ્મીનગર સોસાયટીમાં કોમન પ્લોટ માં ગેરકાયદે બનાવવામા આવેલ ખાર કુવામાં ૭ વર્ષના બાળકનું ડુબી જવાથી મોત!! ગોધરા શહેરના ડોડપા તળાવની પાસે આવેલી લક્ષ્મીનગર સોસાયટી પાસેના એક કોમન પ્લોટમાં બનાવવામાં આવેલ ખાર કુવામાં […]

Gujarat

@મોહસીન દાલ , પંચમહાલ 

ખારકુવો પુરીને પુરાવાઓ નાશ કરનાર મકાન માલિક સામે ગુન્હો દાખલ કરવા સ્વજનોનો આક્રોશ!!

———————————————-

ગોધરા શહેરના ડોડપા તળાવ પાસે લક્ષ્મીનગર સોસાયટીમાં કોમન પ્લોટ માં ગેરકાયદે બનાવવામા આવેલ ખાર કુવામાં ૭ વર્ષના બાળકનું ડુબી જવાથી મોત!!

ગોધરા શહેરના ડોડપા તળાવની પાસે આવેલી લક્ષ્મીનગર સોસાયટી પાસેના એક કોમન પ્લોટમાં બનાવવામાં આવેલ ખાર કુવામાં બાળકનુ પડી જવાથી મોત થયુ હતુ .વરસાદને કારણે કોમન પ્લોટમાં રહેલો ખાર કુવો ભરાઈ જતા ખબર ન પડતા બાળક તેનો ભોગ બન્યો હતો. કોમન પ્લોટમાં ખાર કુવો બનાવવાને લઈને મકાન માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરાના ડોડપા તળાવ પાસે આવેલ લક્ષ્મીનગર સોસાયટી અને સતગુરુ મિનરલ વોટર સપ્લાયની પાછળ વણઝારા વાળંદ સમાજના લોકો રહે છે.આ વણઝારા વાળંદ સમાજમાં મરણની બારમાની વિધિ દરમિયાન સમાજના લોકો ભેગા થયા હતા.

ત્યારે સાત વર્ષીય શિવમકુમાર રાકેશભાઈ વણઝારા સમાજમાં બારમાની વિધિમાં આવેલ દરેક વ્યક્તિ માટે ચા પાણી આપતો હતો અને દરેક વડીલ લોકોને પગે લાગી એ બાળકો સાથે લક્ષ્મીનગર સોસાયટી પાસે આવેલ એક કોમન પ્લોટ પાસે રમવા માટે બધા બાળકો સાથે ગયો હતો. ગોધરાના ડોડપા તળાવ પાસે આવેલ લક્ષ્મીનગર સોસાયટી પાસે કોમન પ્લોટમાં રહેતા મકાન માલિક એ પોતાની આપખુદીથી કોમન પ્લોટમાં ખાર કૂવો બનાવી અને કોઈ પણ જાતની પરવાનગી વિના ખુલ્લો મુકાયો હતો.તા.૨૪/૦૬/૨૦૨૧ ના રોજ વહેલી સવારે ગોધરા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.અને આ વરસાદના કારણે ગોધરાના ડોડપા તળાવ પાસે આવેલ લક્ષ્મીનગર સોસાયટી પાસે કોમન પ્લોટમાં રહેતા મકાન માલિક દ્વારા બનાવેલ ખાર કૂવામાં પાણી ભરાઈ ગયું હતું. સાત વર્ષીય શિવમકુમાર રાકેશભાઈ વણઝારા આ ખાર કૂવા પાસે ભાઈબંધો સાથે રમવા ગયા હતા અને તેમણે ખબર ન હતી કે અહીં ખાર કૂવો છે અને અચાનક ખાર કુવા પડી જતાં આ બાળકનું મોત નીપજ્યું હતું આથી ગોધરાના ડોડપા તળાવ પાસે આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા વાળંદ સમાજના લોકો સાથે પરિવારના લોકો આ કોમન પ્લોટમાં ખુલ્લો મુકવામાં આવેલા ખાર કૂવાના માલિક ઉપર કાયદેસરની કાર્યવાહી માટે માંગ કરી રહ્યા છે

આ ઉપરાંત પરિવારના સભ્યો કહી રહ્યા છે કે અમારું તો બાળક ન રહ્યું પરંતુ બીજા બાળક સાથે આવું ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા તથા લાગતા વળગતા વહીવટ તંત્ર દ્વારા આ માલિક ઉપર પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ગોધરાના ડોડપા તળાવ પાસે આવેલા લક્ષ્મીનગર સોસાયટી પાસે કોમન પ્લોટમાં રહેતા મકાન માલિક એ બાળક મૃત્યુ પામેલા છે તેવી વાત મળતા તેના કોમન પ્લોટમાં બનાવેલ ખાર કૂવો રાતોરાત પૂરી મૂક્યો હતો. આથી આ વિસ્તારમાં રહેતા વાળંદ સમાજના લોકો મૃત્યુ પામેલા બાળકને ન્યાય મળે તે માટે માંગ કરી રહ્યા છે.