સુરેન્દ્રનગર/ દસાડા પોલિસે રૂ. 5.30 લાખના મુદામાલ સાથે રાજસ્થાનના બે આરોપીઓને ઝડપાયા

દસાડા પીએસઆઇ સહિતના પોલિસ સ્ટાફે બાતમીના આધારે પાનવા-ગવાણા પાસેથી ઇંગ્લીશ દારૂની 500 બોટલો સાથે ડસ્ટર ગાડી ઝડપી પાડી હતી. આ બનાવમાં દસાડા પોલિસે ઇંગ્લીશ દારૂ, મોબાઇલ, રોકડ અને ગાડી મળી રૂ. 5.30 લાખના મુદામાલ સાથે રાજસ્થાનના બે આરોપીઓને ઝડપી પાડ્યાં હતા

Gujarat

દસાડા પીએસઆઇ સહિતના પોલિસ સ્ટાફે બાતમીના આધારે પાનવા-ગવાણા પાસેથી ઇંગ્લીશ દારૂની 500 બોટલો સાથે ડસ્ટર ગાડી ઝડપી પાડી હતી. આ બનાવમાં દસાડા પોલિસે ઇંગ્લીશ દારૂ, મોબાઇલ, રોકડ અને ગાડી મળી રૂ. 5.30 લાખના મુદામાલ સાથે રાજસ્થાનના બે આરોપીઓને ઝડપી પાડ્યાં હતા.

સુરેન્દ્રનગર જીલ્લા પોલિસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહિ/જુગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ-અલગ ટીમો બનાવી એક્શન પ્લાન ઘડ્યો હતો. જે અંતર્ગત દસાડ‍ા પીએસઆઇ એચ.એલ.ઠાકર, દાનુભાઇ રંજીયા, રસિકભાઇ પનારા, મનીષભાઇ અઘારા, લીલાભાઇ ગોયલ અને ઇશ્વરભાઇ સહિતના દસાડા પોલિસના સ્ટાફના અગાઉથી બાતમી મળી હતી કે સફેદ કલરની ડસ્ટર ગાડી નંબર GJ-01-RJ- 4705 વાળીમાં ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂની જથ્થા સાથે પાટડી તાલુકાના પાનવા-ગવાણા તરફ આવતી હોવાની પાક્કી બાતમી મળી હતી.

જેના આધારે દસાડા પોલિસે સફેદ કલરની ડસ્ટર ગાડી નીકળતા રસ્તા વચ્ચે આડશ મુકી રોકી ગાડીના ચાલક ઉકારજી દોલજી મહેતા ( રહે-ઉદેપુર (રાજસ્થાન) અને રતનસિંહ નરપતસિંહ રાઠોડ ( રહે- રાજસમન્દ (રાજસ્થાન)વાળાને ડસ્ટર ગાડીમાં જુદી-જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ- 384, કિંમત રૂ. 2,08,625 અને બિયર ટીન નંગ-116, કિંમત રૂ. 11,600, મોબાઇલ નંગ-2, કિંમત રૂ. 10,000 તથા સફેદ કલરની ડસ્ટર ગાડી કિંમત રૂ. 3 લાખ મળી કુલ રૂ. 5,30,225ના મુદામાલ સાથે ઝડપી પાડી તપાસના ચક્રો દસાડા પોલિસે હાથ ધર્યા છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલિસ મથકના પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.