Not Set/ ગેંગરેપની ઘટનામાં 24 કલાકમાંજ ભાવનગર પોલીસે ચાર્જશીટ રજૂ કરી

બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાને ધ્યાને લઈ નિલમબાગ પોલીસ મથકમાં ત્રણે શખ્સો સામે ફરિયાદ નોંધી અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી

Top Stories Gujarat

ગુજરાત’ રાજય’માં   દિવસેને દિવસે   બળાત્કાર, ગેંગરેપ ના કેસો વધતાં જોવા મળી રહ્યા  છે  .  ત્યારે એવો જ  એક કિસ્સો સામે  આવ્યો છે  જેમાં  સગીરવયની યુવતીનું કાળીયાબીડ વિસ્તારમાંથી ઈકો ગાડીમાં અપહરણ કરી ગઈકાલે રાત્રે નેશનલ હાઈવે પર ચાલુ ગાડીએ દુષ્કર્મ ગુજરનાર ત્રણે શખ્સોને પોલીસે ઝડપી લીધા બાદ ભાવનગર પોલીસે ગેંગરેપના ત્રણે આરોપીઓ સામે માત્ર ચોવીસ કલાકમાં જ ચાર્જશીટ દાખલ કરી તમામ આરોપીઓને જેલ હવાલે કરી દીધા હતા.

આ પણ વાંચો:Bollywood / વેલેન્ટાઈન ડે પર મલાઈકા અરોરાએ અર્જુન કપૂર પર વરસાવ્યો પ્રેમ, ગળે લગાવીને કહી આ વાત 

ગુજરાત સરકારે લીધેલા પગલાના સંદર્ભે ભાવનગર પોલીસે પણ ગઈકાલે કાળીયાબીડ ભગવતી સર્કલ ખાતેથી સગીરવયની યુવતીનું તેના પરિચીત શખ્સ મનસુખ ભોપાભાઈ સોલંકી  એ ઈકો ગાડીમાં અપહરણ કરી તેના બીજા અન્ય મિત્રો સંજય છગનભાઈ મકવાણા (રહે.ત્રાપજ વાવની બાજુમાં) અને મુળ બિહારનો (હાલ ત્રાપજ), ખોડીયાર હોટેલ મુસ્તુફા સાઈનુલક શેખએ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મોડીરાત્રીના કારમાંજ આ ત્રણે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો:Bollywood / વેલેન્ટાઈન ડે પહેલા રાખી સાવંત પતિ રિતેશથી અલગ થઈ, ઈન્સ્ટાગ્રામ પર આપી માહિતી

બાદમાં વહેલીસવારે અલંગ પોલીસને નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ત્રાપજ પાસેથી આ કાર મળી આવતા જેમાંથી બેશુદ્ધ હાલતમાં સગીરા અને ત્રણે શખ્સો મળી આવ્યા હતા. જે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાને ધ્યાને લઈ નિલમબાગ પોલીસ મથકમાં ત્રણે શખ્સો સામે ફરિયાદ નોંધી અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી ઐતિહાસિક બાબતરૂપ બનાવ બન્યાના માત્ર 24 કલાકમાં જ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી તમામને જેલહવાલે કરી દીધા હતા.