Not Set/ ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, પાર્ટીના કાઉન્સેલર્સ સહિતનાં નેતાઓ AAPમાં જોડાયા

પંજાબમાં અમૃતસર કોંગ્રેસના કાઉન્સિલર પ્રિયંકા શર્મા, મનદીપ આહુજા, ગુરજીત કૌર પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

Top Stories India
panjab

પંજાબ વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેની વચ્ચે કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદને કારણે નેતાઓની ફેરબદલ ચાલી રહી છે. પંજાબમાં અમૃતસર કોંગ્રેસના કાઉન્સિલર પ્રિયંકા શર્મા, મનદીપ આહુજા, ગુરજીત કૌર પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આ પણ વાંચો:દેશમાં હિજાબ વિવાદ વચ્ચે બીજેપી સાંસદ પ્રજ્ઞા ઠાકુરે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આપને જણાવી દઈએ કે, બુધવારે અમૃતસરના મેયર કરમજીત સિંહ પાર્ટીમાં સામેલ થયા હતા. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં સભ્યપદ સંભાળ્યું હતું.અમૃતસરના મેયર કરમજીત સિંહ રિન્ટુએ AAPમાં જોડાયા બાદ કહ્યુ હતુ કે, હું ખૂબ જ ખુશ છું. તેણે કહ્યું કે મારું આમ આદમી પાર્ટીમાં જોડાવું પંજાબીઓ માટે સારું રહેશે.

ઉલ્લેખનીય છે કે, રિન્ટુ અમૃતસર નોર્થનો મોટો ચહેરો છે. 2012ની ચૂંટણીમાં રિન્ટુને અમૃતસર ઉત્તરથી અનિલ જોશી સામે ટિકિટ આપવામાં આવી હતી. ત્યારબાદ કરમજીત સિંહ રિન્ટુનો પરાજય થયો હતો. કરમજીત સિંહ રિન્ટુ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સુનીલ દત્તીની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે, કારણ કે, રિન્ટુનો ઘણો મજબૂત આધાર છે, તેથી AAPના ઉમેદવાર કુંવર વિજય પ્રતાપ સિંહને તેનો સીધો ફાયદો મળવાનો છે.

જો પાર્ટીના સૂત્રોનું માનીએ તો આ વખતે ઉત્તરીય સેગમેન્ટમાં SADના અનિલ જોશી અને AAPના ઉમેદવાર કુંવર વિજય પ્રતાપ વચ્ચે મુકાબલો છે. કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ અશ્વિની પપ્પુ અને વરિષ્ઠ નેતા રંજન અગ્રવાલ પણ દાતીના ચૂંટણી પ્રચારથી દૂર છે. જો કે, મંગળવારે બટાલા રોડ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના રોડ શો દરમિયાન આ બંને નેતાઓ ચોક્કસપણે દેખાયા હતા.

આ પણ વાંચો: માહિતી કર્મયોગીઓનો ‘લેખન કૌશલ્ય’ વિષયક એક દિવસીય પરિસંવાદ સંપન્ન

આ પણ વાંચો: અંતિમ દોરમાં પૂર્વ PM મનમોહન સિંહે મારી એન્ટ્રી, કહી આ વાતો