આખરે કોંગ્રેસ પાર્ટીએ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની હાજરીમાં જાહેર કરવામાં આવેલા મેનિફેસ્ટોમાં ઘણા વચનો આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો:અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક, વિકાસ સહિત વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા
ચૂંટણી ઢંઢેરામાં પાર્ટીએ સરકારી એજન્સીઓ દ્વારા તેલીબિયાં, કઠોળ અને મકાઈની ખરીદીનું વચન આપ્યું છે. પાર્ટીનું એમ પણ કહેવું છે કે, તે દારૂના વેચાણ અને રેતી ખનન માટે કોર્પોરેશન બનાવીને માફિયા શાસનનો અંત લાવશે.
કોંગ્રેસે વાયદા કરતા જણાવ્યું હતુ કે, મહિલાઓને દર મહિને રૂ. 1100 અને દર વર્ષે 8 સિલિન્ડર મફત. મુખ્યમંત્રીની પ્રથમ સહીથી દર વર્ષે 1 લાખ નોકરીઓ. 4- 6 મહિનામાં દરેક કાચું ઘર પાકું થશે. વૃદ્ધાવસ્થા પેન્શન વધારીને 3100 કરવામાં આવશે. સરકારી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે મફત શિક્ષણ, SC શિષ્યવૃત્તિ ચાલુ રહેશે, BC અને સામાન્ય શ્રેણી સુધી લંબાવવામાં આવશે. સરકારી હોસ્પિટલોમાં તમામ માટે મફત આરોગ્ય સેવાઓ, જરૂરિયાતમંદ કન્યાઓને શિક્ષણ સહાય હેઠળ ધોરણ 5 સુધી રૂ. 5000, ધોરણ 10 સુધી રૂ. 10 હજાર અને ધોરણ 12 સુધી રૂ. 20 હજાર અને કોમ્પ્યુટર અપાશે, મનરેગા હેઠળ વેતન વધારીને રૂ. 350 કરવામાં આવશે મળશે, જ્યારે કામકાજના દિવસો 100 થી વધારીને 150 દિવસ કરવામાં આવશે. સ્ટાર્ટઅપ્સ માટે 1 હજાર કરોડનું રોકાણ ફંડ, સ્ટાર્ટઅપ્સ માટે 2 લાખનું વ્યાજ મફત, ઈન્સ્પેક્ટર રાજનો અંત, 70 સેવાઓ ઓનલાઈન કરવામાં આવશે.
પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે 20 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થવાનું છે. રાજ્યમાં કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી, શિરોમણી અકાલી અને ભાજપ પણ મેદાનમાં છે, પરંતુ મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને AAP વચ્ચે હોવાનું માનવામાં આવે છે. પંજાબમાં ઘણા વર્ષો પછી ભાજપ અને અકાલી દળ અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા છે.
કૃષિ કાયદાના મુદ્દે શિરોમણી અકાલી દળે NDAમાંથી ખસી જવાની માત્ર જાહેરાત જ કરી ન હતી પરંતુ ભાજપ સાથેનું જોડાણ પણ તોડી નાખ્યું હતું.
આ પણ વાંચો:રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો યોજાય શકે છે?, કારણ જાણો…
આ પણ વાંચો:રાજ્યપાલ જગદીપ ધનખરને હટાવવાની અરજી ફગાવી, હાઈકોર્ટે કહ્યું, રાજ્યપાલ કોર્ટને જવાબદાર નથી
