ગુજરાત સરકાર હવે મહત્વના નિર્ણય લઇને શૈક્ષણિક પ્રણાલીમાં ધરખમ બદલાવ લાવવા માટે અગ્રેસર જોવા મળી રહી છે. સરકારે રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા સરકાર દ્વારા શનિવારે એક ઠરાવ કર્યો છે. જેમાં રાજ્યની જાહેર જગ્યાઓ પર ગુજરાતી ભાષામાં લખાણ ફરજિયાત કરવામાં આવશે.ત્યારે હવે પહેલા ધોરણથી અંગ્રેજીના શિક્ષણનો વ્યાપ વધે તે વધુ એક મહત્વનો નિર્ણય પર ચર્ચા કરાઈ રહી છે.
ગુજરાત સરકાર પહેલા ધોરણથી જ રાજ્યભરમાં અંગ્રેજી શિક્ષણ પર મહત્વ આપવનું વિચારણા કરી રહી છે. . જેના અંતર્ગત હવે ગુજરાત સરકાર પહેલા ધોરણથી જ ઈંગ્લીશ સ્પીકિંગ અને લિસનિંગ લાગુ કરવા વિચાર કરી રહી છે. આ નિર્ણયની અમલવારી નવા શૈક્ષણિક સત્રથી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, પહેલા ધોરણમાં અંગ્રેજીનું પાઠ્યપુસ્તક સીધું લાગુ નહીં થાય જ્યારે ધોરણ 3 અને 4ના પાઠ્યપુસ્તકમાં અંગ્રેજી વિષયને લઈને પ્રયોગ થઈ શકે છે. જેમાં ગુજરાતી વાક્ય સાથે અંગ્રેજી ભાષાંતર આપવા વિચાર કરવામાં આવી રહ્યો છે. આ સાથે નાના બાળકોને અંગ્રેજી શિખવવા શિક્ષકોને વિશેષ તાલિમ આપવાનું ચર્ચાઈ રહ્યું છે
