OMG!/ ગ્રામજનોને લાગી આવ્યું મેણું, વહુને લાવવા 6 લાખમાં બુક કરાવ્યું હેલિકોપ્ટર, જાણો સમગ્ર ઘટના

ગામના ચોપાલમાં એક વ્યક્તિને કેટલાક લોકો દ્વારા મહેણાં મારવામાં આવ્યા હતા કે ગામનો રસ્તો ખૂબ જ ખરાબ છે, તો શું તમે તમારા પુત્રની જાન હેલિકોપ્ટરથી લઈ જશો…

Ajab Gajab News
જાન

ગામડાઓમાં લોકો વારંવાર મહેણાં મારતા રહે છે, પરંતુ કેટલીકવાર લોકો વાતને દિલ પર લઈ લે છે અને તેને પૂર્ણ કરવા માટે બધું કરવા તૈયાર થઈ જાય છે, આવી જ એક ઘટના રાજસ્થાનમાં જોવા મળી છે. વાસ્તવમાં, અહીં ગામના ચોપાલમાં એક વ્યક્તિને કેટલાક લોકો દ્વારા મહેણાં મારવામાં આવ્યા હતા કે ગામનો રસ્તો ખૂબ જ ખરાબ છે, તો શું તમે તમારા પુત્રની જાન હેલિકોપ્ટરથી લઈ જશો, તે વ્યક્તિએ તેને મનમાં લીધું અને પુત્રના લગ્ન માટે રૂ. છ લાખમાં હેલિકોપ્ટર બુક કરાવ્યું. આટલું જ નહીં, વ્યક્તિએ માત્ર હેલિકોપ્ટર જ નહીં, તેની સાથે લક્ઝરી કાર પણ બુક કરાવી હતી.

વ્યક્તિની ઓળખ રાધેશ્યામ તરીકે થઈ છે. તે રાજસ્થાનના કરૌલી જિલ્લાનો વતની છે, હકીકતમાં, તેના પુત્રના લગ્ન ભરતપુર જિલ્લાના પ્રેમગાંવની છોકરી ખુશ્બુ સાથે નક્કી થયા હતા. મોટાભાગે લોકો ગામમાં ચોપાલ લઈને બેસી જતા હતા અને અહીં લોકો પોતાના સુખ-દુઃખ વહેંચતા હતા અને દેશ-દુનિયાની ચર્ચા કરતા હતા, એવી જ રીતે રાધેશ્યામ પણ ગામની ચોપાલમાં બેઠા હતા. લોકો અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા કે એક વ્યક્તિએ રાધેશ્યામના છોકરાના લગ્નનો મામલો ઉઠાવ્યો અને પૂછ્યું કે રાધેશ્યામ, હવે તારા છોકરાના લગ્ન નક્કી થઈ ગયા છે, પણ ગામના રસ્તા બહુ ખરાબ છે, તો છું તું તારા દીકરાની જાન હેલિકોપ્ટરથી લઈને જઈશ. આ વાત રાધેશ્યામના હૃદયને સ્પર્શી ગઈ અને રાધેશ્યામએ નક્કી કર્યું કે તેના પુત્રની જાન હવે હેલિકોપ્ટરથી જ જશે, પછી ભલેને તેના માટે તેને ગમે તેટલા પૈસા ખર્ચવા પડે.

જે બાદ રાધેશ્યામે પોતાના પુત્ર માટે છ લાખ રૂપિયામાં હેલિકોપ્ટર બુક કરાવ્યું હતું. આટલું જ નહીં આ સાથે વ્યક્તિએ લક્ઝરી કાર પણ બુક કરાવી હતી. છોકરાના લગ્ન શનિવારે હતા અને તે કરૌલીથી હેલિકોપ્ટર દ્વારા ભરતપુર પહોંચ્યો હતો અને હેલિકોપ્ટરમાં બેસીને કન્યાને કરૌલી લઈ આવ્યો હતો. રાધેશ્યામે કહ્યું કે જ્યારે હેલિકોપ્ટર ગામમાં લેન્ડ થયું ત્યારે ત્યાં દર્શકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ભીડ એટલી મોટી હતી કે તેને કાબૂમાં લેવા માટે પોલીસને પણ બોલાવવી પડી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે દુલ્હન ખુશ્બુના પિતા દિનેશ સૈની ખૂબ જ ગરીબ છે, પરંતુ જ્યારે તેમની દીકરીના લગ્નની જાન હેલિકોપ્ટરથી આવી ત્યારે તેમની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો.હાલ ભરતપુર અને કરૌલીમાં આ લગ્ન ચર્ચાનો વિષય છે. આપને જણાવીએ કે, રાધેશ્યામ સૈનીને એક છોકરી અને એક છોકરો છે. છોકરી પહેલેથી જ પરિણીત છે.

આજ પણ વાંચો : McDonald’s Spriteને લઇ સોશિયલ મીડિયા પર છવાયા Memes,જાણો કેમ ?

આજ પણ વાંચો :અત્યાર સુધીમાં 78 વખત કોરોના પોઝિટિવ આવ્યો છે આ વ્યક્તિ, કોવિડને લઈને બનાવ્યો અનોખો રેકોર્ડ

આજ પણ વાંચો :ભારતનું સૌથી અનોખું ગામ, જ્યાં લોકો પાસે બે દેશોના છે વિઝા, જાણો ક્યાં આવ્યું છે આ ગામ

આજ પણ વાંચો :Google Doodle યુઝર્સને 30 સેકેન્ડની ગેમ સાથે વિશ કર્યું Valentine Day