Ajab Gajab News/ સલૂન ગઈ હતી મહિલા, પાછી ફરી તો કિડનીમાં ઈજા પહોંચી….

કેસ સ્ટડીમાં મહિલાને પહેલા કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નહોતી. જ્યારે તે તબીબો પાસે પહોંચી તો તેને ઉલ્ટી, તાવ, ઝાડા થવા, પીઠનો દુખાવો વગેરેથી પીડાવા લાગી…….

Ajab Gajab News

સામાન્ય રીતે લોકો વાળ કપાવવા જાય છે ત્યારે સલૂનમાં જાય છે. ઘણી વખત કોઈ પ્રોફેશનલ તેમના વાળને વધારે કાપી દે છે તો વિવાદ છેડાઈ જાય છે. કોઈ ખરાબ પ્રોડક્ટ લગાવે તો વાળ પર રિએક્શન જોવા મળે છે. જોકે, હેરટ્રીટમેન્ટ માટે એક મહિલા સલૂનથી પાછી આવી ત્યારે તેની કિડનીને ઘણું નુકસાન પહોંચી ચુક્યું હતું.

26 વર્ષીય ટ્યુનિશિયાની મહિલાને સલૂનમાં જવાના કારણે કિડનીમાં 3 જેટલી ઈજાઓ પહોંચી હતી. આ મહિને ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક આર્ટિકલ મુજબ ફ્રાંસના તબીબો દ્વારા લખાયેલા એક પત્રમાં વાળને સ્મૂથ કરવા અને સીધા કરવા અમુક ઉત્પાદનોને કિડનીમાં ઈજા પહોંચાડવા સાથેનો ઉલ્લેખ કરાયો છે.

કેસ સ્ટડીમાં મહિલાને પહેલા કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નહોતી. જ્યારે તે તબીબો પાસે પહોંચી તો તેને ઉલ્ટી, તાવ, ઝાડા થવા, પીઠનો દુખાવો વગેરેથી પીડાવા લાગી. મહિલાએ જણાવ્યું કે તેને હેર ટ્રીટમેન્ટ પછી જલન થઈ રહી હતી. પછી ખોપરીમાં અલ્સર થઈ ગયું હતું. તપાસમાં જાણવા મળ્યું કેતેના લોહીમાં પ્લાઝમા ક્રિએટિનિનનું સ્તર વધી ગયું હતું. પ્લાઝમા ક્રિએટિનિન એક વેસ્ટ પ્રોડક્ટ છે. આ લોહીમાં પ્રવેશે છે તો એને ફિલ્ટર કરવામાં આવે છે. રિસર્ચર્સનું માનવું છે કે કેમિકલથી કિડનીમાં નુકસાન પહોંચે છે.

તેનું પરિણામ દર્શાવે છે કે ગ્લાઈઓક્સિલિક એસિડ યુક્ત હેર સ્ટ્રેટનિંગ ક્રીમ જવાબદાર છે. 2022માં નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થના એક અભ્યાસે સલાહ આપી હતી કે કેમિકલ હેર સ્ટ્રેટનિંગ પ્રોડક્ટ મહિલાઓમાં ગર્ભાશયના કેન્સરના ખતરાને વધારી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM Modi and Khadge/4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે

આ પણ વાંચો:Foreign Minister of Ukraine/યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે 

આ પણ વાંચો:Mukhtar Ansari Death/મુખ્તાર અન્સારીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમ