OMG!/ દુનિયાનું સૌથી લાંબુ ગામ, લંબાઇ 9 કિ.મી અને 150 મીટર પહોળાઇમાં વસેલા છે 1600 ઘર

સુલોસ્ઝોવ ગામમાં આશરે 1600 ઘર છે, જે રસ્તાની બંને બાજુ બાંધવામાં આવ્યા છે. આ ગામમાં લગભગ 6200 લોકો રહે છે. સુલોસ્ઝોવ ગામ ક્રાકોવ શહેરથી 30 કિમી દૂર સ્થિત છે.

Ajab Gajab News Trending

વિશ્વમાં આવા ઘણા ગામો છે, જે એક અથવા બીજા કારણોસર પ્રખ્યાત છે. કેટલાક સ્વચ્છતા માટે જાણીતા છે, કેટલાક તેમની સુંદરતા માટે. પરંતુ આજે અમે તમને વિશ્વના સૌથી લાંબા ગામ વિશે જણાવીશું. પોલેન્ડનું સુલોસ્જોવ ગામ વિશ્વનું સૌથી લાંબુ ગામ બન્યું છે. આ ગામ 9 કિ.મી.ની લંબાઈ અને લગભગ 150 મીટરની પહોળાઈમાં વસેલુ છે.

સુલોસ્ઝોવ ગામમાં આશરે 1600 ઘર છે, જે રસ્તાની બંને બાજુ બાંધવામાં આવ્યા છે. આ ગામમાં લગભગ 6200 લોકો રહે છે. સુલોસ્ઝોવ ગામ ક્રાકોવ શહેરથી 30 કિમી દૂર સ્થિત છે. વિશ્વ રુરલ પ્લાનિંગના અહેવાલ મુજબ, આ ગામ 14 મી સદીમાં સ્થાયી થયું હતું. શરૂઆતમાં આ ગામનો વિસ્તાર આશરે 500 મીટર જેટલો હતો. પરંતુ ધીમે ધઈમે તેની લંબાઈમાં વધરો થયો અને ગામમાં લોકો વસવા લાગ્યા.

Sułoszowa is one of the longest villages in Poland

સુલોસ્ઝોવ ગામ તેની અનોખી ડિઝાઇનની સાથે મૂળભૂત સુવિધાઓથી સજ્જ છે. ગામમાં હોસ્પિટલ, બેંક અને શાળાની સુવિધા છે. ગામની બંને બાજુ લીલાછમ ખેતરો આવેલા છે.

એશિયાનું સૌથી મોટું ગામ ગહમર
ઉત્તર પ્રદેશમાં ગહમર એશિયામાં સૌથી મોટું ગામ છે. આ ગામની વસ્તી એક લાખથી વધુ છે. ગાઝીપુર જિલ્લામાં આવેલા આ ગામની વિશેષતા એ છે કે અહીંના દરેક ઘરમાંથી કોઇને કોઇ સૈનામાં છે. ઇતિહાસ મુજબ, આ ગામ 1530માં સ્થાયી થયું હતું.

બાનીયાચોંગ, વિશ્વનું સૌથી મોટું ગામ
બાંગ્લાદેશનું બનિયાચોંગ ગામ એ વિશ્વનું સૌથી મોટું ગામ છે. અહીંની વસ્તી લગભગ 2.40 લાખ છે. હબીંગજ જિલ્લાના આ ગામમાં પુરુષો 50.84 ટકા છે. જ્યારે 49.16 ટકા મહિલાઓ છે.

આ પણ વાંચો:21 વર્ષની ન્યૂઝ એન્કર બની ગામની સરપંચ, 5 વર્ષમાં પરિવર્તન લાઈને બતાવીશ

આ પણ વાંચો:કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ સાચા અર્થમાં સમાજોત્સવ બન્યો : શિક્ષણમંત્રી

આ પણ વાંચો:અરબી સમુદ્રમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, 5 લોકોને બચાવાયા, 4 ગુમ