પાટણ/ વાગડોદ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત, પુત્ર-પુત્રી અને માતાનું કમકમાટી ભર્યું મોત

ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિના મોત થાય છે. માતા, દીકરો અને દીકરીના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. 

Top Stories Gujarat Others

રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજ્યમાં રોજ બ રોજ અકસ્માતના સમાચાર સામે આવતા રહે છે. આજ રોજ પાટણ જિલ્લામાં વાગડોદ નજીક થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિના મોત થાય છે. માતા, દીકરો અને દીકરીના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પાટણના વાગડોદ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી.  જેમાં એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. અકસ્માતમાં મોતને ભેટનારાઓમાં માતા, પુત્રી અને પુત્રનો સમાવેશ થાય છે. આ અકસ્માતની ઘટનામાં એક હસતાં રમતા પરિવારનો માળો વિખાઈ  ગયો છે.

રેતી ભરેલા ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણે રેવચી ગામના હતા.  મૃતકો દેસાઈ પરિવારના હતા અને તેમના મોતને કારણે ગામમાં પણ શોકનો માહોલ ફેલાઈ ગઈ છે.

રાજકીય / જગદીશ ઠાકોરના પુત્ર કોંગ્રેસ ભવનમાં દાખલગીરી કરે છે, કહી વિજય દવેએ આપ્યું રાજીનામું

T-20 Number 1 Team India / જે વિરાટ ના કરી શક્યો તે રોહિતે કરી બતાવ્યું, ટીમ ઈન્ડિયા 6 વર્ષ બાદ T-20માં નંબર-1

OMG! / બ્રિટનમાં જન્મ્યો આવો વિચિત્ર પ્રાણી જોઈને આવી હેરિપોટરના ડોંબીની યાદ

ઘાસચારા કૌભાંડ કેસ / લાલુ યાદવને સજા એ એલાન, 5 વર્ષ સુધી રહેશે જેલમાં, જાણો જજના નિર્ણય પર શું હતું રિએક્શન