- અમદાવાદ અને વડોદરાને સૌથી મોટી રાહત
- બન્ને મહાનગરોમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાયો
- 25 ફેબ્રુઆરીથી રાત્રિ કર્ફ્યૂ દૂર કરવાનો નિર્ણય
ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસ માં મોટો ઘટાડો થયો છે જેને લઇને રાજ્ય સરકાર દ્વારા કોરોના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જે અંતર્ગત રાજ્યના બે મોટા શહેરો અમદાવાદ અને વડોદરાને મોટી રાહત મળી છે બંને મહાનગરોમાં થી રાત્રી કર્ફ્યૂ દૂર કરવામાં આવ્યો છે આગામી ૨૫ ફેબ્રુઆરીથી બંને મહાનગરોમાંથી કર્યું દૂર કરવામાં આવશે. રાજ્યમાં બે વર્ષ બાદ રાત્રિ કર્ફ્યુનો અંત આવ્યોછે.
તમામ પ્રકારના રાજકીય, સામાજીક (લગ્ન સહિત), શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, રમતગમતની પ્રવૃત્તિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં-ખુલ્લા સ્થળોમાં સ્થળની ક્ષમતાના મહત્તમ ૭૫% વ્યકિતઓ જયારે બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦%ની મર્યાદામાં વ્યકિતઓ એકત્રિત થઈ શકશે. તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેકિસનના બે ડોઝ ફરજિયાત રહેશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૭.૧૨.૨૦૨૧ના હુકમથી જાહેર કરવામાં આવેલ નીચે મુજબના National Directives for covid-19નું સમગ્ર રાજયમાં તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
શિયા યુકેરિન યુદ્ધને કારણે વિશ્વના અબજોપતિને લાગ્યો અબજોનો ચૂનો, જાણો કોને કેટલું થયું નુકસાન
/ રશિયન હુમલા વચ્ચે જીવ બચાવીને ભાગી રહેલા યુક્રેનના લોકો, આ તસવીરો છે વિનાશનો પુરાવો
/ રશિયા-યુક્રેન યુદ્ધ: આગ, ધુમાડો, વિસ્ફોટ અને વિનાશ… રશિયાના હુમલાને કારણે યુક્રેનમાં તબાહીના દ્રશ્ય, જુઓ ફોટો
