ધમકી/ ફ્રાન્સે રશિયાને પરમાણુ હથિયારની આપી ધમકી,જાણો સમગ્ર વિગત

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. વ્લાદિમીર પુતિનના યુક્રેન પર હુમલો કરવાના નિર્ણયને કારણે વૈશ્વિક સ્તરે ચિંતા વધી રહી છે

Top Stories World

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. વ્લાદિમીર પુતિનના યુક્રેન પર હુમલો કરવાના નિર્ણયને કારણે વૈશ્વિક સ્તરે ચિંતા વધી રહી છે. પ્રદેશમાં મોટા પાયે અશાંતિ અને અસ્થિરતાની સંભાવના છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મોટી શક્તિઓ વચ્ચે ટકરાવની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. એક રીતે પરમાણુ યુદ્ધનો ખતરો પણ છે. આ દરમિયાન ફ્રાન્સે રશિયાને કડક સૂરમાં ચેતવણી આપી છે. ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-યવેસ લે ડ્રિયાને ગુરુવારે કહ્યું હતું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એ ન ભૂલવું જોઈએ કે નાટો દેશો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી રહ્યા છે.

ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-યવેસ લે ડ્રિને દેશના ટેલિવિઝન TF-1 પર પુતિનના પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને પણ સમજવું જોઈએ કે એટલાન્ટિક એલાયન્સ (નાટો) એક પરમાણુ જોડાણ છે. ઉલ્લેખનીય છે  કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર સૈન્ય કાર્યવાહીના આદેશ આપ્યા બાદ ગુરુવારે રશિયન સૈનિકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા લોકોની સાથે સૈનિકો પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે. રશિયા નાટોની વિસ્તરણ યોજનાનો વિરોધ કરે છે અને તે નથી ઈચ્છતું કે યુક્રેન નાટોમાં જોડાય. તે જ સમયે, અમેરિકા સહિત ઘણા દેશોએ રશિયાના આ પ્રસ્તાવને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે અને આ મામલે છેલ્લા ઘણા મહિનાઓથી તણાવ ચાલી રહ્યો હતો.

યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકાએ રશિયા પર વધુ પ્રતિબંધો લગાવ્યા છે. અમેરિકાનું માનવું છે કે રશિયા છેલ્લા ઘણા મહિનાઓથી યુક્રેન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને વ્હાઇટ હાઉસમાં સંબોધનમાં કહ્યું છે કે રશિયાની ડોલરમાં વેપાર કરવાની ક્ષમતા મર્યાદિત રહેશે. આ સાથે, બિડેન પ્રશાસને રશિયન બેંકો પર પ્રતિબંધને પણ મંજૂરી આપી દીધી છે. આ દરમિયાન, ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ પણ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી છે અને તેમને શાંતિ તરફ પગલાં ભરવાની અપીલ કરી છે.