ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારથી મોહાલીમાં રમાશે. આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આમાં રોહિત પત્રકારોને કહે છે કે કોઈ સાચા સવાલ નથી કરી રહ્યું. આ વીડિયો મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે, જેના પર ફેન્સ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
મોહાલી ટેસ્ટ પહેલા રોહિતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં પત્રકારો તેમને અનેક પ્રકારના સવાલો પૂછી રહ્યા હતા. આ દરમિયાન રોહિતે કહ્યું કે કોઈ યોગ્ય પ્રશ્નો પૂછતું નથી. પછી તેને સ્ટેડિયમ અને પીચમાં દર્શકોની એન્ટ્રી વિશે સવાલ પૂછવામાં આવ્યો. તેના પર રોહિત કહે છે કે હવે સાચો સવાલ પૂછવામાં આવ્યો છે.
રોહિતનો આ વીડિયો મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો હતો, જેના પર ચાહકોએ ઘણી પ્રતિક્રિયાઓ આપી હતી. પરંતુ કોપીરાઈટ સમસ્યાને કારણે આ વિડીયો હટાવી દેવામાં આવ્યો છે.
😅.@ImRo45 pic.twitter.com/PFtV1q05rj
— Saikiranreddy (@kiranreddy___) March 3, 2022
નોંધનીય છે કે મોહાલી ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બંને માટે ખાસ રહેશે. કોહલીની કારકિર્દીની આ 100મી ટેસ્ટ હશે. જ્યારે રોહિત તેની કેપ્ટનશિપ કારકિર્દીની શરૂઆત કરશે.
