Budget 2022/ મહિલાઓ માટે ત્રણ નવી યોજના, 2 લાખ આંગણવાડીઓને બનાવાશે આધુનિક…

સંસદમાં નાણાકીય વર્ષ 2022-23નું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું, મહિલાઓ માટે ત્રણ નવી યોજનાઓની જાહેરાત કરી…

Top Stories
બજેટ

સંસદમાં નાણાકીય વર્ષ 2022-23નું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું. તેમણે તેને ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટેનું બજેટ ગણાવ્યું છે. નાણામંત્રીએ કહ્યું કે, બજેટએ અમૃત સમયગાળાના આગામી 25 વર્ષની બ્લુ પ્રિન્ટ છે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર મહિલા સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે.મહિલાઓ માટે ત્રણ નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. અમારી સરકારે લાભો આપવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની મિશન શક્તિ, મિશન વાત્સલ્ય, સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 જેવી યોજનાઓને વ્યાપક રીતે સુધારી છે.

આ પણ વાંચો: Budget 2022 ને રાહુલ ગાંધીએ ગણાવ્યું ઝીરો બજેટ,મધ્યમવર્ગ, ગરીબો, ખેડૂતોને…

આંગણવાડીઓને બનાવાશે આધુનિક
મહિલાઓ અને બાળકોના એકીકૃત વિકાસ માટે ત્રણ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. બાળ સ્વાસ્થ્યમાં સુધાર માટે બે લાખ આંગણવાડીઓને સારી બનાવામાં આવશે. માનસિક સ્વાસ્થ્ય કાઉંસલિંગ માટે રાષ્ટ્રીય ટેલી માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. વધુંમાં કહ્યું કે, સક્ષમ આંગણવાડી નવી પેઢીની આંગણવાડી છે. તેમાં પહેલાથી વધારે સારૂ માળખું, ઓડિયો વિજ્યુઅલ એડ્સ, ક્લીન એનર્જી જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત 2 લાખ આંગણવાડીઓને વિકસિત કરવામાં આવી રહી છે

મિશન વાત્સલ્ય
સરકારે બજેટમાં મિશન વાત્સલ્યને શરૂ કરી છે. જે બાળકોના કલ્યાણ માટે છે. સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 સ્કીમ પણ વાત્સલ્ય યોજનાને મજબૂતી આપશે.

મિશન શક્તિ
મિશન શક્તિએ અંતરિક્ષ ક્ષેત્રે ભારતને વિકસીત અને વધુ મજબુત બનાવવાનું લક્ષ્ય છે. જે અત્યાર સુધી દુનિયાના ફક્ત 3 જ દેશ પાસે જ આ તાકાત હતી. હવે ભારત પાસે પણ આ શક્તિ છે. ભારત સ્પેસ પાવરવાળો ચોથો દેશ બની ગયો છે.

આ પણ વાંચો: કરદાતાઓ માટે મહત્વની જાહેરાત, દંડ ભરીને છેલ્લા બે વર્ષનાં IT રિટર્ન અપડેટ કરી શકશે

આ પણ વાંચો: PM મોદીનાં YouTube પર સબસ્ક્રાઇબર્સની સંખ્યા 1 કરોડને પાર, બીજા નંબર પર છે આ નેતા