- સૌરાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલની અછત
- વાડીનારના સપ્લાય લોકેશને ઉત્પાદન આપવાનું બંધ કર્યુ
- સૌરાષ્ટ્રના 7 જિલ્લા માટે ઉત્પાદન આપવાનું બંધ
- પેટ્રોલ-ડીઝલ ડીલર્સ એસો.દ્વારા કંપનીને રજૂઆત
- પગલા ન લેવાયા તો કટોકટી સર્જાશે
વિશ્વમાં આજે રશિયા અને યુક્રેનના યુદ્વના લીધે ક્રૂડના ભાવ આસમાને પહોચી ગયા છે, પ્રતિ બેરલ 130 ડોલરને પાર કરી ગયું છે ત્યારે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે ત્યાંજ સૌરાષ્ટ્રમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે .સૈારાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઇ છે.વાડીનારના સપ્લાય લોકેશને ઉત્પાદન આપવાનું બંધ કરતા આ સ્થિતિ સર્જાઇ છે,આ ઉપરાંત સપ્લાયરે સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં ઉત્પાદન આપવાનું બંધ કરતા પરિસ્થિતિ વધુ વણસી છે,જો આ સમસ્યાનો સત્વરે નિરાકારણ નહીં થાય તો કટોકટી સર્જાશે.
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડીઝલ ડીલર્સના એસો.દ્વારા કંપનીને રજૂઆત કરવામાં આી છે, અને વહેલી તકે આ સમસ્યા ઉકેલાઇ જાય તે માટે અસરકારક રજૂઆત પણ કરવામાં આવી છે.
