Not Set/ સુરેન્દ્રનગરના થાનગઢના સોનગઢ ગામે યુવાનની ઘાતકી હત્યા કરાઇ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લૂંટફાટ, મારામારી, ફાયરિંગ અને હત્યાના બનાવો ચોંકાવનારી રીતે સતત વધી રહ્યા છે

Gujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લૂંટફાટ, મારામારી, ફાયરિંગ અને હત્યાના બનાવો ચોંકાવનારી રીતે સતત વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનમા ફરી એક વખત યુવકને બોથડ પદાર્થથી ઘાતક હુમલો કરી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે.

આ ચકચારી હત્યાના બનાવની મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના સોનગઢ ગામે પોરબંદરના યુવક અરજણ ઉર્ફે અર્જુન પર જીવલેણ હુમલો કરી અને તેની હત્યા કરી નાંખવામા આવી છે. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં ફરી એકવખત સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર આંગળી ચિંધતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં સતત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના જાહેરમાં લીરા ઉડાવતા હોય તેવા બનાવો સતત સામે આવી રહ્યાં છે.

ત્યારે થાનગઢ તાલુકામાં આવેલા સોનગઢ ગામની સીમમાં ખારા વિસ્તારમાં માટી પથ્થરના ઢગલા નીચે બિનવારસી હત્યા કરેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના અંગે થાન પોલીસને જાણ કરાતા થાન પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવી છે. થાન પંથકમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે સોનગઢ વિસ્તારમાં બેફામ ચાલતી ખાણોના માટી તથા પથ્થરના ઢગલા નીચે બિનવારસી હાલતમાં મૃતદેહ પડ્યો હોવાની જાણ સોનગઢના જુગા અરજણ ડાભીએ પોલીસને કરતા થાન પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહની ઓળખ કરતા મૃતક પોરબંદર જિલ્લાનો અરજણ ઉર્ફે અર્જુન સવદાસ કુસડીયા ( ઉંમર વર્ષ 30 ) અને ડ્રાઇવરનો ધંધો કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યુ છે.

ત્યારે ત્રણથી ચાર દિવસ પહેલા એની નિર્મમ હત્યા કરી અને મૃતદેહ ફેંકી દેવામાં આવ્યા હોવાનું પણ પ્રાથમિક વિગતમા જાણવા મળી રહ્યું છે. ત્યારે અહીં મૃતદેહ એકદમ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો છે. ત્યારે આ મામલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ અને યુવકની કોહવાઈ ગયેલી લાશને લઈને રાજકોટ ફોરેન્સિક પી.એમ. માટે મોકલવામાં આવી છે. ત્યારે હત્યા કરી અને લાશ ફેંકી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મૃતદેહ મળ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં અવારનવાર લાશો મળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. એમાય ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં કોલસો નીકળતો હોવાના કારણે ભેખડ પડવાથી અથવા કોઈ કારણોસર અવારનવાર કારીગરોના મોત નિપજતા હોય છે. અને આવી હાલતમાં અનેક વખત લાશ પણ મળી આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના સોનગઢ ગામે વધુ એક હત્યા કરેલી હાલતમાં યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને યુવક પોરબંદરનો હોવાનું પણ ખુલવા પામ્યું છે.

હત્યારાઓ લાશને ફેંકી ગયા

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે. ત્યારે થાન પંથકમાં સોનગઢ ગામ નજીક પથ્થર નીચેથી યુવકનો મૃતદેહ મળ્યો છે. ત્યારે બોથડ પદાર્થથી હુમલો કરી અને યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાનું શંકાસ્પદ રીતે જાણવા મળી રહ્યું છે. અને લાશના અમુક ભાગોને પશુ પક્ષીઓ ખાઈ ગયા હોય તેવી હાલતમાં લાશ મળી આવી છે. ત્યારે આશરે ત્રણથી ચાર દિવસ આ બનાવને થઇ ગયા બાદ પોલીસને જાણ થઈ હોય અને આ લાશને પી.એમ. માટે રાજકોટ મોકલી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

હત્યાનો હત્યારો પોલીસ પકડમાં

સામાન્ય રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે થાનગઢના સોનગઢ ગામે વધુ એક હત્યાના બનાવ સામે આવ્યો છે. ત્યારે આ મામલામાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને હત્યારાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે આ મામલે શંકાસ્પદ યુવકની અટકાયત કરી અને વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં આ મામલે ક્યા કારણોસર હત્યા કરી હોય અને શું સાચું કારણ હતું તે પોલીસ પુછપરછમાં સામે આવશે તેવું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.