નિવેદન/ રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નરેશ પટેલના રાજકીય પર્દાપણ અંગે શું કહ્યું,જાણો

આજે ધુળેટી એટલો રંગોનો તહેવાર છે. ભાજપનું પણ 4 રાજ્યોમાં કમળ ખીલતા સમગ્ર દેશમાં ભાજપ દ્વારા બેવડી ખુશીને લઇ વિજયોત્સવ સાથે ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છીએ

Top Stories Gujarat

હોળી પર્વમાં પણ નરેશ પટેલ રાજકારણમાં આવશે તો ક્યા પક્ષમાં જોડાશે તેવા સવાલો છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહ્યા છે,આજેરાજકોટમાં હાલ ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે રાજકોટ શહેર કાર્યાલય ખાતે ‘હોલી કે રંગ, ભાજપા કે સંગ’ ધુળેટી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી નજીક આવતા નરેશ પટેલ અંગે નિવેદન આપતા મીડિયાને જણાવ્યું હતું કે, નરેશ પટેલ ભાજપ સાથે રહેશે અને નરેન્દ્રભાઈ મોદી તથા અમિત શાહના નેતૃત્વમાં આગળ વધશે.

આજે ધુળેટી એટલો રંગોનો તહેવાર છે. ભાજપનું પણ 4 રાજ્યોમાં કમળ ખીલતા સમગ્ર દેશમાં ભાજપ દ્વારા બેવડી ખુશીને લઇ વિજયોત્સવ સાથે ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છીએ. ડીજેના તાલ સાથે રંગોથી એકબીજાને કલર લગાવી અભિનંદન સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છીએ અને સમગ્ર વાતાવરણ અબીલ ગુલાલના રંગોથી છવાઈ જવા પામ્યું છે

ઉલ્લેખનીય છે કે સમાજના પ્રભાવશાળી વ્યક્તિત્વ નરેશ પટેલ  અંગે છેલ્લા ઘણા સમયથી અટકળો ચાલી રહી છે કે તે રાજકારણામાં પર્દાપણ કરવા જઇ રહ્યા છે, અનેક પાર્ટીઓ તેમને પોતાના પક્ષમાં લેવા દોડધામ ખરી રહી છે, જોવાનું રહ્યું કે તે ક્યા પક્ષ સાથે જોડાશે.