રાજસ્થાનમાં રામ દરબારને બુલડોઝર વડે તોડી પાડવાનો વીડિયો વાયરલ થતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. આ મુદ્દે ભાજપે ગેહલોત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાત્રિનો અંધકાર અને આ અંધકારમાં રાજસ્થાનના ચુરુના સુજાનગઢમાં આવેલ રામદરબારને તોડી પાડવામાં આવ્યો. પીડબલ્યુડીએ જેસીબી વડે રામ દરબારનો ગેટ તોડી નાખ્યો હતો, પરંતુ એન્ટ્રી ગેટ પરની રામ દરબારની મૂર્તિ તોડવાનો વીડિયો વાયરલ થતાં જ રાજકીય ગરમાવો આવી ગયો હતો.
આ રીતે કર્યો વિરોધ
વાયરલ વીડિયોને પગલે હિન્દુ કાર્યકરોએ સુજાનગઢ-સાલાસર રોડ બ્લોક કરીને વિરોધ કર્યો હતો. દોઢ કલાક સુધી ચાલેલો જામ રાત્રે આઠ વાગ્યે ખુલી શક્યો હતો. ધરણા દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હતા. બંને બાજુથી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે વહીવટીતંત્ર માટે કેટલાય કિલોમીટર લાંબા જામનો સામનો કરવો મુશ્કેલ બન્યો હતો. ગુસ્સે ભરાયેલા હિન્દુ કાર્યકરોએ વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે બોલાવવાની માંગ કરી હતી.
અધિકારીઓ પાસેથી માંગ્યો જવાબ
D AEN બાબુલાલ વર્મા અને JEN નંદલાલ મુવાલને રસ્તા પર બેસાડવામાં આવ્યા હતા અને તેમને રામ દરબારની પ્રતિમા તોડી પાડવાનું કારણ પૂછવામાં આવ્યું હતું. રસ્તા પહોળા કરવાની વાત કરતી વખતે AEN એ હાથ જોડીને માફી માંગી. AEN એ ખાતરી આપી હતી કે રોડનું કામ પૂર્ણ થયા બાદ પ્રવેશદ્વારમાં રામ દરબારની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવશે, જોકે, તેમણે લેખિતમાં આપવાનો ઇનકાર કર્યો હતો.
सुजानगढ़ में गहलोत सरकार की "निशाचरी करतूत"!
अंधेरी रात में भगवान राम और उनके दरबार की मूर्तियों पर गहलोत सरकार ने चलाया बुलडोजर।
गहलोत जी, नहीं भूलेंगे हम… pic.twitter.com/MHd5OTckzG— BJP Rajasthan (@BJP4Rajasthan) March 19, 2022
ભાજપ દ્વારા ગેહલોત સરકાર પર કરવામાં આવ્યા પ્રહાર
રાજસ્થાન ભાજપે તેનો વીડિયો ટ્વીટ કરીને કહ્યું, સુજાનગઢમાં ગેહલોત સરકારનું ‘નિશાચર કૃત્ય’! અંધારી રાતમાં ગેહલોત સરકારે ભગવાન રામ અને તેમના દરબારની મૂર્તિઓ પર બુલડોઝર ચલાવ્યું. ગેહલોત જી, અમે ભૂલીશું નહીં. તે જ સમયે, બીજેપી નેતા દિયા કુમારીએ આ માટે ગેહલોત સરકારની નિંદા કરી અને કહ્યું, ‘રાજસ્થાનની કોંગ્રેસ સરકારના કુશાસન હેઠળ, ચુરુ જિલ્લાના સુજાનગઢમાં ભગવાન શ્રી રામ અને રામ દરબારની મૂર્તિઓનું બુલડોઝર દ્વારા અપમાન કરવામાં આવ્યું હતું. કરોડો નાગરિકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું આ કૃત્ય શરમજનક છે.
આ પણ વાંચો :કર્ણાટકમાં ધાર્મિક ગ્રંથ ભગવદ ગીતા ભણાવવાને મામલે ચર્ચા છેડાઇ,જાણો વિગત
આ પણ વાંચો :રાજસ્થાનના CMના પુત્ર વૈભવ ગેહલોત વિરુદ્ધ નોંધાઈ FIR , છેતરપિંડીનો આરોપ, જાણો સમગ્ર મામલો
આ પણ વાંચો :સુભાષચંદ્ર બોઝના પરિવારે કહ્યું- જાપાનના આ મંદિરમાં છે ‘નેતાજી’ના અસ્થિ, DNA ટેસ્ટની માંગ
