વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ
પૂર્વ સાંસદ દેવજી ફતેપરા બોલાવશે કોળી સંમેલન
સૌરાષ્ટ્રભરના કોળી સમાજના લોકોનું સંમેલન બોલાવશે
સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં કરશે બેઠક
મતદારો વિસ્તારમાં બે દિવસ આગેવાનો સાથે બેઠક
કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા વચ્ચે ફાંટા
ફાંટા પડ્યા બાદ કોળી સંમેલન બોલાવવાની તૈયારી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે. પૂર્વ સાંસદ દેવજી ફતેપરા કોળી સંમેલન યોજશે. જેમાં સૌરાષ્ટ્રભરના કોળી સમાજના લોકોનું સંમેલન બોલાવશે. સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં બેઠક કરશે. મતદારો વિસ્તારમાં બે દિવસ આગેવાનો સાથે બેઠક યોજશે. આપને જણાવી દઈએ કે, કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા વચ્ચે ફાંટા પડ્યા છે.
ફાંટા પડ્યા બાદ કોળી સંમેલન બોલાવવાની તૈયારી કરાઈ છે.
પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કહ્યું કે, રાજ્યમાં અમારા સમાજનું મોટું મતદાન છે. કોળી સમાજ જીતાડી શકે અને હરાવી પણ શકે છે. 54 સીટો પર અમારું પર પ્રભુત્વ છે. રજા રાખીને પણ મતદાન કરી શકે છે.
વધુમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કહ્યું હતું કે, કોઈ સમાધાન કુંવરજીભાઇ સાથે મારે નથી થયું. મારા સંમેલનમાં કુવરજીભાઈ બાવળિયા નહીં હોય
આ પણ વાંચો:અખિલેશ યાદવે લોકસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું, વિધાનસભામાં રહીને યુપી પર ફોકસ કરશે
