Not Set/ હાર્દિક પટેલનો દાવો : મારી વિરૂધ્ધ સિંગાપુરમાં 22 વીડીયો તૈયાર કરાયા

અમદાવાદ પાટીદાર અનામત આંદોલનને લઈને પાસ નેતા હાર્દિક પટેલે શનિવારે સવારે ફેસબુક પર પોસ્ટ મુકી છે. જેમાં દાવો કર્યો છે કે અનામત આંદોલનની સાથે જોડાયેલ ૮૦ કન્વીનર નેતાઓ ભાજપ સરકાર સાથે ભળીને લોલીપોપ પેકેજ લઈ ગયા છે. હવે આ નેતાઓ હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલ વિરુદ્ધ વિડીયો કેમ્પેન ચલાવશે. હાર્દિક પટેલે સોશિયલ મીડીયમાં પોસ્ટ […]

India

અમદાવાદ

પાટીદાર અનામત આંદોલનને લઈને પાસ નેતા હાર્દિક પટેલે શનિવારે સવારે ફેસબુક પર પોસ્ટ મુકી છે. જેમાં દાવો કર્યો છે કે અનામત આંદોલનની સાથે જોડાયેલ ૮૦ કન્વીનર નેતાઓ ભાજપ સરકાર સાથે ભળીને લોલીપોપ પેકેજ લઈ ગયા છે. હવે આ નેતાઓ હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલ વિરુદ્ધ વિડીયો કેમ્પેન ચલાવશે.

હાર્દિક પટેલે સોશિયલ મીડીયમાં પોસ્ટ મુકીને લખ્યું છે કે ભાજપ દ્રારા તેની વિરૂધ્ધ સિંગાપુરમાં ભાજપ  ૨૨ વિડીયો તૈયાર કરાવવામાં આવ્યા છે. જેમાં પાટીદાર અનામત આંદોલન પાછળ રાજકીય દોરી સંચાર હતો તેવુ દર્શાવવામાં આવશે. આ વિડીયો આગામી સમયમાં ટીવીમાં જાહેરાત સ્વરૂપે પ્રકાશીત કરવામાં આવશે. તેમજ સોશ્યલ મિડીયા પર પણ વાઈરલ બનાવવામાં આવશે.

હાર્દિકે પોતાની પોસ્ટમાં જણાવ્યુ છે કે અનામત આંદોલનનો વિરોધ કરી રહેલ ભાજપ સરકારે અમાર કેટલાક નેતાઓ સાથે લોલીપોપ પેકેજની મદદથી સમજુતી કરી લીધી છે. છેલ્લા બે દિવસથી આ લોલીપોપ પેકેજને લઈને સોદાબાજી ચાલી રહી હતી. જેમાં કોર્ટમાં સાક્ષી બની ગયેલ નેતાઓને જ લોલીપોપ પેકેજની જવાબદારી સોપવામાં આવી હતી. લોલીપોપ પેકેજમાં સરકાર તરફથી ત્રણ સમજુતી કરવામાં આવી છે. જેમાં સરકારની સમજુતીઓનુ સ્વાગત કરવુ, સરકારી સહાયને લોલીપોપ ન ગણાવવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

આ લોલીપોપ પેકેજનો લાભ ૮૦ નેતાઓએ લીધો છે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ નેતાઓનો સમાવેશ થાય છે.  હવે પછી સૌરાષ્ટના નેતાઓનુ લોલીપોપ પેકેજ હાથ ધરવામાં આવશે. ત્યાર બાદ સુરત સહિતના દક્ષિણ ગુજરાતના નેતાઓને હાથપર લેવા માટે પ્રયત્ન કરવામાં આવશે. હવે પાટીદર અનામત માંગનાર નેતાઓ ખુબ ઓછા બચ્યા છે. પરંતુ લડાઈ ચાલુ રહેશે. ગમે તેટલા આક્ષેપો થાય અમે પાછા નહી હટીએ.