Not Set/ પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને કોંગ્રેસે કર્યું ભારત બંધનું એલાન

એસસી-એસટી એક્ટના વિરોધમાં સવર્ણોના ભારત બંધ બાદ હવે કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ પર મોદી સરકારને ઘેરવા માટે 10 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે મોદી સરકારને જગાડવા માટે અને દેશભરમાં લોકોના આક્રોશની ભાવનાને ધ્યાનમાં રાખતા પાર્ટીએ 10 સપ્ટેમ્બરે ભારત બંધનું આહવાન કર્યું છે. આ ભારત બંધ સવારે 9 વાગ્યાથી બપોરે […]

Top Stories India

એસસી-એસટી એક્ટના વિરોધમાં સવર્ણોના ભારત બંધ બાદ હવે કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ પર મોદી સરકારને ઘેરવા માટે 10 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે મોદી સરકારને જગાડવા માટે અને દેશભરમાં લોકોના આક્રોશની ભાવનાને ધ્યાનમાં રાખતા પાર્ટીએ 10 સપ્ટેમ્બરે ભારત બંધનું આહવાન કર્યું છે. આ ભારત બંધ સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી રહેશે. જેથી લોકોને પરેશાની ના થાય.

સુરજેવાલાએ કહ્યું કે આંતરાષ્ટ્રીય કિંમતો ઓછી હોવા છતાં પણ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે. એમણે કહ્યું કે ડોલર સામે રૂપિયાનો ભાવ 72 રૂપિયાથી વધી ગયો છે. સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે સરકારે છેલ્લા ચાર વર્ષમાં પેટ્રોલ ડીઝલ પર ટેક્સ લગાવીને 11 લાખ કરોડ રૂપિયા કમાવ્યા છે.

વળી, એક આરટીઆઈનો હવાલો આપતા સુરજેવાલાએ આરોપ લાગાવ્યો કે 29 એવા દેશ છે જ્યાં મોદી સરકાર 34 રૂપિયા અને 37 રૂપિયા પ્રતિ લિટરે પેટ્રોલ ડીઝલ વેચી રહી છે. એમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પાસે પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવવાની માંગ કરી રહ્યા છે.

સુરજેવાલાએ સરકાર પર 11 લાખ કરોડની ઓઇલ લૂંટનો આરોપ લગાવતા આની વિરુદ્ધ વ્યાપક આંદોલનની વાત કરી. એમણે કહ્યું કે જયારે કોંગ્રેસે સત્તા છોડી ત્યારે ગેસ સિલિન્ડરનો ભાવ લગભગ 400 રૂપિયા હતા, જે આજે વધીને 800 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

વળી, કોંગ્રેસે આ ભારત બંધ પર પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કોંગ્રેસ પાર્ટી કોષાધ્યક્ષ અહેમદ પટેલે કહ્યું કે જ્યાં સુધી વિપક્ષી પાર્ટીઓના સમર્થનનો સવાલ છે, મોટાભાગની પાર્ટીઓએ વિરોધનું સમર્થન કર્યું છે.