- રાજ્યમાં વીજ સંક્ટને લઇ સરકારનો નિર્ણય
- આવતીકાલથી ખેડૂતોને મળશે 6 કલાક વીજળી
- ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇનું નિવેદન
ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે કે જ્યારે રાજ્યમાં વીજ સંકટની સ્થિતિ પ્રવર્તે છે.હવે ખેડૂતોને આવતીકાલથી 6 કલાક વીજળી મળશે. આ જાહેરાત ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ કરી હતી.તેમણે કહ્યું હતું કે ખેડૂતોને આવતીકાલથી એટલે કે 26 માર્ચથી વીજળી 6 કલાક આપવામાં આવશે, ભૂપેન્દ્ર પટેલ સરકાર હાલ ખેડૂતોની સમસ્યાના નિરાકરણ માટે કામ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી કહ્યું કે સરકાર ખેડૂતોની ચિંતા કરી રહી છે તેમજ દરેકને વીજળી મળે તેવો સરકારનો પ્રયાસ છે. તેમજ તેની માટે સરકાર મોંધી વીજળી ખરીદવા માટે તૈયાર છે. આ અંગે મે નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ સાથે પણ વાત કરી છે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી ફરી એકવાર એ જ જૂનો દાવો કર્યો કે ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ ચાલુ છે. ખેડૂતોને વધુ પાવર સપ્લાય મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે વ્યવસ્થા કરવાની તેમણે ખાતરી આપી હતી.જો કે રાજ્યમાં ખેડૂતોને પૂરતી વીજળી આપવાની માંગ સાથે કિસાન સંઘે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.
જો 72 કલાકની અંદર ખેડૂતોને પૂરતી વીજળી નહીં મળે તો ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.. ભારતીય કિસાન સંઘની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.. કિસાન સંઘે 8 કલાક પૂરતી વીજળી આપવાની માંગ કરી છે.ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રીએ કહ્યું કે- અગાઉ પણ 8 કલાક વીજળીની માંગ કરી હોવા છતાં સરકાર 6 કલાક જ વીજળી આપી રહી છે.. 6 કલાક વીજળીમાં યોગ્ય વીજ પુરવઠો ન મળતાં ખેડૂતોને નુક્સાન થઈ રહ્યું છે. ખેડૂતોનો પાક બળી જાય છે.
