રાજકીય/ AAP કરી શકે છે BTP સાથે ગઠબંધન, AAP નેતાઓની છોટુ વસાવા-મહેશ વસાવા સાથે મુલાકાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે. ભાજપ સહીત દરેક પક્ષ પોતાને ચૂંટણી માટે સજ્જ કરી રહ્યું છે. ત્યારે પંજાબમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટી પણ ગુજરાત પોતાના પાયા મજબુત કરવામાં વ્યસ્ત બની છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે.

Top Stories Gujarat
આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે. ભાજપ સહીત દરેક પક્ષ પોતાને ચૂંટણી માટે સજ્જ કરી રહ્યું છે. ત્યારે પંજાબમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટી પણ ગુજરાત પોતાના પાયા મજબુત કરવામાં વ્યસ્ત બની છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે.

વર્ષ 2022ની આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને  આમ આદમી પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને આપના નેતા ઇશુદાન ગઢવીએ બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા તેમજ છોટુભાઇ વસાવાનીની મુલાકાત કરી હતી.  મહેશભાઈના નિવાસ સ્થાને ઉઓજયેલી આ બેઠક બાદ બંને વચ્ચે ગઠબંધન થવાની શક્યતાઓ રાજકીય વર્તુળમાં ચર્ચાના ચકડોળે ચડી છે. બીજેપીને ચૂંટણીમાં હંફાવવા માટે આપ, બીટીપી સાથે ગઠબંધન કરશે તેવી ચર્ચા જાગી છે.

ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં BTP નું વર્ચસ્વ છે.BTPના બે ધારાસભ્યો છે, મહેશ વસાવા અને છોટુ વસાવા BTPના ધારાસભ્યો છે. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ BTPના બે ધારાસભ્યો છે. જો કે BTPએ હાલ AAP તરફથી મળેલા પ્રસ્તાવ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. બીજેપી ની નીતિઓની હંમેશા વિરોધ કરતા છોટુભાઈ વસાવા પણ અગાઉના દિવસોમાં આપ સાથે ગઠબંધન કરવાના સંકેતો આપ્યા હતા. ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ બીટીપી એ એઆઈએમઆઈએમ સાથે હાથ મિલાવ્યા હતા. હવે આપ અને બિટીપીના ગઠબંધનમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં બન્ને પક્ષોને કેટલો ફાયદો થાય છે એ તો સમય જ બતાવશે.

#Breaking_News/ યુપીના ડેપ્યુટી સીએમ કેશવ મૌર્યના પુત્રનો કાર અકસ્માત, આબાદ બચાવ

Russian President/ વ્લાદિમીર પુતિનની કથિત ગર્લફ્રેન્ડ એલિના કોણ છે ? તેનો વિરોધ કેમ થઇ રહ્યો છે ?

યુક્રેનનો દાવો/ પુતિને ઠપકો આપતાં રશિયન સંરક્ષણ મંત્રીને આવ્યો હાર્ટ એટેક