દેશ-વિદેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે,જો કે હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે તે સારા સમાચાર છે, વેક્સિન આવી જવાથી હવે મૃત્યુઆંકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. એવા સમયે ઇઝરાયલથી એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે. ઇઝરાયલના વડાપ્રધાન નાફતાલી બેનેટે કોરોના સંક્રમિત થયા છે, આ અંગેની જાણકારી તેમના પ્રવકતાએ આપી છે. વડાપ્રધાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે ,તે હાલ સ્વસ્થ છે અને ઘરેથી કામ ચાલુ રાખશે એવું નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
હાલ ઇઝરાયના વડાપ્રધાન પોતાના ઘરેથી તમામ કાર્યભાર કરશે અને ઘરેથી જ દેશનું સંચાલન કરશે, હાલ ડોક્ટની ટીમ તેમની સારવાર અર્થે કાર્યરત છે. અને તેમની દેખરેખ રાખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાના કેસ ઘટી રહ્યા છે પરતં ચીનમાં કોરોનાના કેસ ખુબ વધી રહ્યા છે અનેક વિસ્તારમાં ચીને હાલ ફરી લોકડાઉન લગાવી દીધો છે.
