ભીષણ આગ/ દિલ્હી AIIMSમાં રાત્રે 11:30 એ નવમા માળે લાગી આગ,હાલ કાબુમાં,જાનહાનિ ટળી

દિલ્હી એઇમ્સમાં રાત્રે સાડા અગિયાર વાગ્યે  અચાનક આગ ફાટી નીકળી હતી. દૂરથી જ્વાળાઓ અને ધૂમાડો દેખાઈ રહ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ કન્વર્ઝન બ્લોકના નવમા માળે શરૂ થઈ હતી.

Top Stories India

દિલ્હી એઇમ્સમાં રાત્રે સાડા અગિયાર વાગ્યે  અચાનક આગ ફાટી નીકળી હતી. દૂરથી જ્વાળાઓ અને ધૂમાડો દેખાઈ રહ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ કન્વર્ઝન બ્લોકના નવમા માળે શરૂ થઈ હતી. રાહતની વાત છે કે આ ફ્લોરમાં લેબ્સ અને અન્ય ઓફિસો છે. અહીં કોઈ દર્દીઓ નથી. દિલ્હી ફાયર વિભાગે મધ્યરાત્રિની આસપાસ માહિતી આપી હતી કે આગ કાબૂમાં લેવામાં આવી છે.હજુ કોઈ જાનહાનિ સામે આવી નથી.

Fire breaks out at AIIMS, no casualties reported

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે દિલ્હી ફાયર સર્વિસના ડિરેક્ટર અતુલ ગર્ગે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ બચાવ માટે 20 ફાયર ફાઈટર ની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી.હજુ સુધી કોઈ જાનહાનિ વિશે કોઈ માહિતી નથી. બપોરે 12 વાગ્યાની આસપાસ ફાયર ફાઇટરો આગને કાબૂમાં લાવ્યા હતા.. સૂત્રોના જણાવ્યા અનુસાર નવમા માળે રેફ્રિજરેટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી.

Fire breaks out at AIIMS in Delhi, patients rescued | Latest News India - Hindustan Times

એ બાબત ઉલ્લેખનીય છે કે આ પહેલા 17 ઓગસ્ટ 2019 ના રોજ, એઈમ્સ દિલ્હીમાં શૈક્ષણિક બ્લોકમાં આગ લાગી હતી. તે ઘટનાના નિશાન હજી દેખાય છે. ત્યારે કરોડો રૂપિયાની અત્યાધુનિક લેબ્સ બળીને ખાખ થઈ ગઈ હતી. વર્ષ 2016ની શરૂઆતમાં પણ આવી ઘટના સામે આવી હતી. 2016 થી 3 એપ્રિલ, 2019 ની વચ્ચે, એઈમ્સ મેનેજમેન્ટે ચાર વખત સલાહકાર જારી કરી હતી, જેમાં વિભાગોને જાગ્રત રહેવાની સૂચના આપી હતી, પરંતુ પરિસ્થિતિ બદલાઇ ન હતી.