Bus Accident/ મુસાફરોથી ભરેલી બસ નાળામાં પડી, 22 લોકોના મોત, મૃત્યુ પામનારાઓમાં 6 મહિલાઓ અને 1 બાળક

પાકિસ્તાનમાં અવારનવાર અકસ્માતો થતા રહે છે. ખરાબ રોડ સિસ્ટમ, રોડ સેફ્ટીનું પાલન ન કરવું અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ અકસ્માતોના મુખ્ય કારણો છે. શનિવારે પણ ઈરાનમાં પાકિસ્તાની બસને અકસ્માત નડ્યો હતો.

Top Stories World Breaking News

Bus Accident in Pakistan: પાકિસ્તાન (Pakistan)ના રાવલપિંડીમાં રવિવારે બસ દુર્ઘટના (Bus Acciden)માં 22 લોકોના મોત થયા છે. આ અકસ્માત આઝાદ પટ્ટન શહેરમાં થયો હતો, જ્યારે બસ નાળામાં પડી હતી. બચાવ કાર્ય અધિકારીઓએ આ માહિતી આપી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતની ઈમરજન્સી સર્વિસ 1122ના પ્રવક્તાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 22 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જેમાંથી 15 પુરૂષો, 6 મહિલાઓ અને એક બાળક છે.

દરમિયાન, બચાવ સેવાના પ્રવક્તા મોહમ્મદ ઉસ્માન ગુજ્જરે જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ વાહન નાળામાં પડી ગયું છે. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં દરરોજ રોડ અકસ્માતો થતા રહે છે. ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અછત અને માર્ગ સલામતીમાં બેદરકારીને કારણે મોટા માર્ગ અકસ્માતો જોવા મળે છે.

આ પહેલા શનિવારે ઈરાનથી 28 શ્રદ્ધાળુઓના મૃતદેહ પાકિસ્તાન પરત આવ્યા હતા. આ શ્રદ્ધાળુઓનું ઈરાનમાં બસ અકસ્માતમાં મોત થયું હતું. ઈરાનના સરકારી ટીવી અનુસાર, બસ 51 પાકિસ્તાની તીર્થયાત્રીઓને લઈને ઈરાક જઈ રહી હતી, જે શિયા સમુદાયની સૌથી મોટી ઈવેન્ટ અરબાઈન સ્મારક છે. મંગળવારે રાત્રે, યઝદ પ્રાંતમાં એક ચેકપોઇન્ટની સામે બસ પલટી અને આગ લાગી. જેમાં 28 લોકોના મોત થયા હતા.

ઈરાનના ટ્રાફિક પોલીસ ચીફ તૈમુર હોસેનીએ બસ દુર્ઘટનાનું કારણ બ્રેક ફેલ થવા અને રસ્તાના ઢાળને જવાબદાર ગણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બુલંદશહેરમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ અને મેક્સ વાહન વચ્ચે ટક્કર, 10 લોકોના મોત, અનેક ઘાયલ

આ પણ વાંચો:ઈટાવામાં ભયાનક અકસ્માત, આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર બસ-કારની ટક્કર, 7ના મોત

આ પણ વાંચો:તિરુપતિ જતી બસની ટ્રક સાથે ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, 9ના મોત, 15 થી વધુ ઘાયલ