બનાસકાંઠા,
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખુબ જ ઓછો વરસાદ થવા પામ્યો છે. જેના પગલે સમગ્ર જિલ્લામાં અછતની પરિસ્થિતિ સર્જાઈ છે, રાજય સરકાર દ્વારા પણ જીલ્લાને અસરગ્રસ્ત જાહેર કરી યોગ્ય સુવિધા પુરી પાડવા માટે પ્રયાસ કરવામાં આવે છે.
તેમ છતા જીલ્લામા વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને માતાનો દરજ્જો આપ્યો છે તેવી ગાય માતાઓની હાલત કફોડી થઈ છે, ત્યારે ડીસા તાલુકા નજીક આવેલ ખેટવા ગામે આવેલ તળાવમા ૨૦૦ થી વધુ ગાયોની હાલત પણ કફોડી થઈ ગઈ છે.

શિયાળાની મધ્યમા ગાયોની ઘાસચારા વિના ટળવળું પડી રહ્યુ છે, દાતાઓ દ્વારા ગાયો માટે ઘાસચારો નાખવામા આવે છે તે પણ કેટલાક દિવસ સુધી પર્સનને લઈ ગાયોની વિકટ પરિસ્થિતિ ઉભી થઈ રહી છે.

આગામી સમયમા ઉનાળાની સિઝન આવશે તયા સુધી તળાવમા રહેલી ગાયો મોતને ભેટી ચુકી હશે, ત્યારે ગૌપ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા જો ગાયોને ખેટવા તળાવમાથી કોઈ સુરક્ષિત જગ્યા પર કાયમી લઈ જવામા આવે તો પાણી અને ઘાસચારા વગર તરફડતી ગાયોને જીવનદાન મળી શકે.

જો શિયાળાની સિઝનમા ગાયોની આ સ્થિતિ છે હજુ ઉનાળાની સિઝનો સમય હજુ બાકી છે, જેથી ગાયોની આ પરિસ્થિતિ જોતા ઉનાળો આકરો રહેશે.
