Viral Video/ ‘ચુપ રહો, નહીંતર તમારા માટે સારું નહીં થાય’ ઈંધણના વધતા ભાવ અંગે પ્રશ્ન પુછતા બાબા રામદેવ ભડક્યા

યોગગુરુ બાબા રામદેવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પત્રકારને ધમકી આપતા જોવા મળ્યા હતા, મળતી માહિતી મુજબ હરિયાણાના કરનાલમાં એક કાર્યક્રમ દરમિયાન, એક પત્રકારે પતંજલિ બ્રાન્ડ એમ્બેસેડરને પૂછ્યું કે લોકોએ એવી સરકાર પર વિચાર કરવો જોઈએ જે પેટ્રોલ 40 રૂપિયા પ્રતિ લિટર અને રસોઈ ગેસ 300 રૂપિયા પ્રતિ સિલિન્ડરમાં મેળવી શકે.

Top Stories India
ramdev

યોગગુરુ બાબા રામદેવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પત્રકારને ધમકી આપતા જોવા મળ્યા હતા, મળતી માહિતી મુજબ હરિયાણાના કરનાલમાં એક કાર્યક્રમ દરમિયાન, એક પત્રકારે પતંજલિ બ્રાન્ડ એમ્બેસેડરને પૂછ્યું કે લોકોએ એવી સરકાર પર વિચાર કરવો જોઈએ જે પેટ્રોલ 40 રૂપિયા પ્રતિ લિટર અને રસોઈ ગેસ 300 રૂપિયા પ્રતિ સિલિન્ડરમાં મેળવી શકે. જેના પર જવાબ આપતા રામદેવે કહ્યુ કે, ” આવા પ્રશ્નો પૂછશો નહીં. શું હું તમારો ઠેકેદાર છું કે જેણે તમારા પ્રશ્નોના જવાબ આપતો રહુ ? “જ્યારે પત્રકારે ફરીથી પ્રશ્ન પૂછ્યો, ત્યારે દેખીતી રીતે નારાજ રામદેવે પત્રકાર તરફ ઈશારો કરીને વળતો જવાબ આપ્યો, બસ ચૂપ રહો. જો તમે ફરીથી પૂછશો, તો તે તારા માટે સારૂ નહિ રહે.

રામદેવ બાબાએ લોકોને મુશ્કેલ સમયમાં વધુ મહેનત કરવાની અપીલ કરી હતી. વધુમાં તેણે કહ્યું કે,જો ઇંધણના ભાવ ઓછા હશે, તો સરકારને ટેક્સ નહીં મળે.. તો પછી તેઓ દેશ કેવી રીતે ચલાવશે, પગાર કેવી રીતે ચૂકવશે અને રસ્તાઓ બનાવશે? હા, મોંઘવારી ઓછી થવી જોઈએ, હું સંમત છું… પરંતુ લોકોએ સખત મહેનત કરવી જોઈએ. હું પણ સવારે 4 વાગ્યે જાગી જાઉં છું અને રાત્રે 10 વાગ્યા સુધી કામ કરું છું.

આ પણ વાંચો:સિનિયર સિટીઝનોને રેલવે ટિકિટ પર ક્યારે મળશે ડિસ્કાઉન્ટ? આ મામલે રેલવે મંત્રીએ સંસદમાં જવાબ આપ્યો

આ પણ વાંચો:મધ્યપ્રદેશના ખેડૂતોને માટી રાહત, શિવરાજ સરકાર આ સમયગાળા માટે વ્યાજ ચૂકવશે