Valsad: વલસાડમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો. જીલ્લાના અનેક તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી. લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી. તાપમાનનો પારો નીચે ગયો હતો.
દક્ષિણ ગુજરાતના વલસાડના કપરાડા, તાપી, ધરમપુર અને આસપાસના વિસ્તારોમાં મેઘો વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ પડતા ખેડૂતો ખુશ થઈ ગયા હતા. અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી હતી. રાજ્યના કેટલાય જીલ્લાઓમાં મોડી રાત્રે વરસાદ પડ્યો હતો.
વલસાડ, ડાંગ, નવસારી, સુરત સહિત ઘણા જીલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. પ્રિ-સાયક્લોનિક એક્ટિવિટીને કારણે વરસાદનું વહેલું આગમન થઈ ગયું હતું.
આ પણ વાંચો: તંત્રને પત્રો લખવા છતાં ફાયર સ્ટેશન બિનકાર્યરત, નિર્દોષોના જીવ જાય ત્યાં સુધી રાહ જોશે સરકાર?
આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો
