ભાવ વધારો/ દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી થયો વધારો, પ્રતિ લિટર આટલુ થયું મોંઘું

રાજધાની દિલ્હીમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. બંનેના દરમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. હવે રાજધાનીમાં પેટ્રોલની કિંમત 104.61 રૂપિયા અને ડીઝલની કિંમત 95.87 રૂપિયા થઈ ગઈ છે

Top Stories India

રાજધાની દિલ્હીમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. બંનેના દરમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. હવે રાજધાનીમાં પેટ્રોલની કિંમત 104.61 રૂપિયા અને ડીઝલની કિંમત 95.87 રૂપિયા થઈ ગઈ છે.

ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ના લેટેસ્ટ અપડેટ મુજબ જ્યાં દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ 118.83 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે, ત્યાં હવે ડીઝલ પણ 103.07 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત હવે 104.61 પર પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલ 95.87 રૂપિયા પ્રતિ લિટરની નજીક છે.

14 દિવસથી સતત ભાવ વધી રહ્યા છે

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની પ્રક્રિયા 22 માર્ચથી શરૂ થઈ હતી. આ દરમિયાન 24 માર્ચ અને 01 એપ્રિલ સિવાય દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો 14 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 13 હપ્તામાં અનુક્રમે 80, 80, 80, 80, 50, 30, 80, 80, 80, 80, 80, 40 અને 40 પૈસાનો વધારો થયો છે. આ રીતે પેટ્રોલ 8 રૂપિયા 80 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે.

સ્થાનિક વેરાના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ રાજ્યોમાં બદલાય છે. દેશના ચાર મહાનગરોની સરખામણી કરીએ તો મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી મોંઘા છે. દિલ્હી સિવાય તમામ મોટા મહાનગરોમાં ડીઝલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ વેચાઈ રહ્યું છે.