IPL 2022નો આશ્ચર્યજનક સંયોગ/ સૌથી વધુ રન બનાવનાર ટોચના ત્રણ ખેલાડીઓમાં છે આ ખાસ કનેક્શન

IPL 2022માં અત્યાર સુધીમાં 15 મેચ રમાઈ છે અને આ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.,KKR અને લખનૌ સુપર જાયન્ટ્સના 6-6 પોઈન્ટ છે. પરંતુ નેટ રન રેટના મામલે લખનૌ KKRથી પાછળ છે, આ સિઝનમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર ટોચના ત્રણ ખેલાડીઓ પર નજર કરીએ તો આશ્ચર્યજનક સંયોગ જોવા મળે છે

Top Stories Sports

IPL 2022માં અત્યાર સુધીમાં 15 મેચ રમાઈ છે અને આ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. KKR અને લખનૌ સુપર જાયન્ટ્સના 6-6 પોઈન્ટ છે. પરંતુ નેટ રન રેટના મામલે લખનૌ KKRથી પાછળ છે. આ સિઝનમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર ટોચના ત્રણ ખેલાડીઓ પર નજર કરીએ તો આશ્ચર્યજનક સંયોગ જોવા મળે છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનાર ટોચના ત્રણ ખેલાડીઓ ઓપનર તેમજ વિકેટ-કીપર બેટ્સમેન છે.

આ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ જોસ બટલરના નામે છે. આ સિઝનની ઓરેન્જ કેપ હાલમાં બટલર પાસે છે. તેણે શાનદાર બેટિંગ કરતા 3 મેચમાં કુલ 205 રન બનાવ્યા છે. બટલરે આ દરમિયાન 14 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા છે.

રસપ્રદ વાત એ છે કે આ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનાર ટોચના ત્રણ ખેલાડીઓ ઓપનર ઉપરાંત વિકેટ કીપર બેટ્સમેન છે. આ યાદીમાં ઈશાન કિશન બીજા સ્થાને છે. મુંબઈના ઈશાને અત્યાર સુધી 3 મેચ રમી છે અને 149 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 17 ફોર અને 3 સિક્સર ફટકારી છે.

આ યાદીમાં લખનૌ સુપર જાયન્ટ્સ ખેલાડી ક્વિન્ટન ડી કોક ત્રીજા સ્થાને છે. તેણે 4 મેચમાં 149 રન બનાવ્યા છે. ડી કોકે તાજેતરમાં દિલ્હી કેપિટલ્સ સામે 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ડી કોકે અત્યાર સુધીમાં 19 ફોર અને 2 સિક્સર ફટકારી છે.