National News : વૈશ્વિક સ્તરે વધી રહેલી અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતે દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં યોજાયેલી ASEAN Summit દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)સ્પષ્ટ કર્યું કે ભારત અને ASEAN દેશોનું ભવિષ્ય પરસ્પર સ્પર્ધાથી નહીં, પરંતુ સહયોગ અને ભાગીદારીથી નક્કી થશે. તેમણે આ ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ જાળવવા માટે તમામ દેશોને સાથે મળીને કામ કરવાની અપીલ કરી હતી.
સ્પર્ધા નહીં, સહયોગથી નક્કી થશે ભવિષ્ય (ASEAN Summit)
શિખર સંમેલનને સંબોધિત કરતાં PM મોદીએ (PM Narendra Modi)જણાવ્યું કે ભારત અને ASEAN દેશો મળીને વિશ્વની લગભગ એક ચતુર્થાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આટલી મોટી વસ્તી અને આર્થિક ક્ષમતા ધરાવતા દેશો માટે પરસ્પર સહયોગ અત્યંત જરૂરી છે.

તેમણે કહ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં શાંતિ અને સ્થિરતા જાળવવી સમયની માગ છે. ભારત અને ASEAN પાસે આ લક્ષ્ય હાંસલ કરવા માટે પૂરતું સામર્થ્ય અને મક્કમ સંકલ્પ છે. બંને પક્ષો સાથે મળીને સમગ્ર ક્ષેત્રને શાંતિ અને સ્થિરતાનું પ્રતીક બનાવી શકે છે.
100થી વધુ પહેલ, 250 પ્રોજેક્ટ્સ શરૂ કરાયા
ભારત અને ASEAN દેશો વચ્ચે લોકોના પરસ્પર સંબંધો મજબૂત કરવા માટે વર્ષ 2014થી અત્યાર સુધીમાં 100થી વધુ પહેલ કરવામાં આવી છે. આ ઉપરાંત લગભગ 250 ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે. ક્ષમતા નિર્માણ માટે આશરે 10 હજાર શિષ્યવૃત્તિઓ પણ આપવામાં આવી છે.
PM મોદીએ ભારત અને ASEAN દેશો વચ્ચે વધતી કનેક્ટિવિટીનો ઉલ્લેખ કરતાં સીધી હવાઈ સેવાઓ અને પ્રવાસન ક્ષેત્રના વિસ્તરણને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ વર્ષે ASEANના કોઈ એક દેશની આ તેમની ત્રીજી મુલાકાત છે. આ બાબત ભારતની વિદેશ નીતિમાં ASEANના વિશેષ સ્થાનને દર્શાવે છે.
2045ના ASEAN વિઝન સાથે વિકસિત ભારતનું લક્ષ્ય
વડાપ્રધાન મોદીએ ASEAN Community Vision 2045 અને વર્ષ 2047 (Developed India 2047)સુધીમાં વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય વચ્ચેના તાલમેલ પર ભાર મૂક્યો હતો.તેમના મતે બંને પક્ષોના વિકાસના લક્ષ્યો એકબીજાને પૂરક બની શકે છે. ભારત ASEANની એકતા અને સહયોગ માટે પ્રતિબદ્ધ છે. આ ભાગીદારીથી સુરક્ષિત, સમાવેશી અને સમૃદ્ધ હિંદ-પ્રશાંત ક્ષેત્રના નિર્માણને વેગ મળશે.
વિકસિત ભારત માટે કૃષિનું આધુનિકીકરણ જરૂરી
કૃષિ ક્ષેત્રના વિકાસને પણ PM મોદીએ મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ખેતીનું આધુનિકીકરણ, સ્માર્ટ કૃષિ પદ્ધતિઓ અને ખેડૂતોનું આર્થિક સશક્તિકરણ કર્યા વિના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકે નહીં.
તેમણે કૃષિને દેશની પ્રગતિ, સંસ્કૃતિ અને સામાજિક જીવનનો મુખ્ય આધાર ગણાવ્યો હતો. કૃષિ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજી અને આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ વધારવાથી ખેડૂતોની આવક અને દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી મળી શકે છે.
આમ, ASEAN સમિટમાં (ASEAN Summit)PM મોદીના સંબોધનથી ભારતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આવનારા સમયમાં પ્રાદેશિક સહયોગ, આર્થિક ભાગીદારી અને પરસ્પર વિશ્વાસ ભારતની વિદેશ નીતિના મુખ્ય આધારસ્તંભ રહેશે.
આ પણ વાંચો: PM મોદી 16 નવેમ્બરથી ફિલિપાઇન્સના પ્રવાસે: આસિયાન અને પૂર્વ એશિયા સમિટમાં લેશે ભાગ
આ પણ વાંચો: PM મોદી આજથી બે દિવસીય લાઓસના પ્રવાસે, ઈસ્ટ એશિયા સમિટમાં લેશે ભાગ
