Vapi/ ઘાયલ કામદારનું સારવાર દરમિયાન મોત, પરિવારજનોએ આ રીતે રોષ વ્યક્ત કર્યો

ઘાયલ કામદારનું સારવાર દરમિયાન મોત, પરિવારજનોએ આ રીતે રોષ વ્યક્ત કર્યો

Top Stories Gujarat Others

@ઉમેશ પટેલ, વલસાડ.

વાપી ની એક કંપની માં કામદાર ના શંકાસ્પદ મોતને લઈ બબાલ થઇ હતી. અગસ્ટો ફોર્મુલેંસંન નામની કંપની માં ગઈ 8 તારીખે એક કામદાર ઘાયલ થયો હતો. પરિવાર ના જણાવ્યા મુજબ કંપની માં કામ કરતા કમદાર અવનિશ યાદવ ના ગળા પર ગરમ પદાર્થ પડતા ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત કામદાર ની હાલત બગડતા જેતે સમયે હોસ્પિટલ માં દાખલ કર્યો હતો.

જોકે ત્યાર બાદ તેને હોસ્પિટલમાં થી રજા આપી દેવામાં આવી હતી. અને તબીબની સલાહ મુજબ દર બે દિવસે ડ્રેસિંગ માટે હોસ્પિટલ જવું પડતું હતું. જોકે બે દિવસ પહેલા ફરી એક વખત કામદાર ની તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આથી હોસ્પિટલમાં  સારવાર દરમ્યાન કમદાર નુ મોત થયું છે. પરિવાર નો સીધો આક્ષેપ છે કે સમયસર અને પૂરતી સારવાર ન મળતા અવનિશ નું મોત થયું છે. અને આ મામલે પરિવાર માં રોષ જોવા મળી રહ્યો હતો.

મૃતક કામદાર ના મૃતદેહ ને કંપનીના ગેટ સામે મુકી પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો હતો. આમ વાપી જી આઈ ડી સી માં કંપનીઓ ની બેદરકારી ને કારણે છાસવારે થતા અકસમાત માં કામદારોના મોત થતા આવ્યા છે. અને ફેક્ટરી ઇન્સ્પેકટર  અને સંબંધિત તંત્ર ઘોર નિંદ્રા માં હોય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થઇ રહ્યું છે.  ત્યારે આ જે પણ આ કામદારો ના મોત મામલે કંપની ના સંચાલકો મૃતક કામદાર ના પરિવાર ની સાથે કે મીડિયા સાથે વાત કરવા તૈયાર નથી. ત્યારે આ મામલે આ કામદાર ને યોગ્ય ન્યાય મળે તેવી રજુઆત પરિવાર હાલ તો કરી રહ્યું છે.